ગીરના જંગલ વિસ્તાર નજીક ગેરકાયદે ધમધમતી 11 ખાણ પર જિલ્લા પોલીસ વડાના દરોડા
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડાએ, ગીર સોમનાથ જિલ્લામાં ગીરના જંગલ વિસ્તારની નજીકમાં જ ગેરકાયદે ચાલતી ખાણ ઉપર દરોડા પાડ્યા છે. ગીર સોમનાથ જિલ્લામા, ખાણ અને ખનીજ વિભાગ કે ભૂસ્તર વિભાગે, જંગલ વિસ્તાર માટે જોખમી એવી ગેરકાયદે ધમધમતી ખાણ ઉપર કોઈ કાર્યવાહી ના કરતા, પોલીસ વડાએ દરોડા પાડ્યા છે. ઘાટવડ અને જામવાળાની ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન […]
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડાએ, ગીર સોમનાથ જિલ્લામાં ગીરના જંગલ વિસ્તારની નજીકમાં જ ગેરકાયદે ચાલતી ખાણ ઉપર દરોડા પાડ્યા છે. ગીર સોમનાથ જિલ્લામા, ખાણ અને ખનીજ વિભાગ કે ભૂસ્તર વિભાગે, જંગલ વિસ્તાર માટે જોખમી એવી ગેરકાયદે ધમધમતી ખાણ ઉપર કોઈ કાર્યવાહી ના કરતા, પોલીસ વડાએ દરોડા પાડ્યા છે. ઘાટવડ અને જામવાળાની ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન કરવામાં આવતુ હતુ. ગેરકાયદે ખનન દ્વારા લાઈમ સ્ટોનની મોટાપાયે બહાર કાઢીને વેચી દેવાતું હતું. જિલ્લા પોલીસે પાડેલા દરોડામાં ખાણ માટે વપરાતા 27 મોટા કટર મશીન, 7 જનરેટર, 5 ટ્રેકટર સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો