ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળી ખરીદીની પ્રક્રિયા ગોકળ ગાય ગતિએ ચાલતા ખેડુતોમાં રોષ, યાર્ડમાં સુવિધાનાં અભાવથી ખેડુતોને ઠંડીમાં ઠુંઠવાવાનો વારો

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળી ખરીદીની પ્રક્રિયા ગોકળ ગાય ગતિએ ચાલતા ખેડુતોમાં રોષ, યાર્ડમાં સુવિધાનાં અભાવથી ખેડુતોને ઠંડીમાં ઠુંઠવાવાનો વારો

રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી વેચવા માટે ખેડૂતો મધરાત્રિથી પોતાના વાહનોમાં મગફળી લઈને આવી જાય છે. યાર્ડમાં કોઈપણ જાતની સુવિધા ન હોવાને કારણે ખેડૂતો કડકડતી ઠંડીમાં કલાકો સુધી બહાર બેસી રહેવું પડે છે. એક તરફ કોરોનાનો ભય અને બીજી તરફ ખેડૂતોને કડકડતી ઠંડીમાં કલાકો સુધી બહાર બેસી રહેવું એ માથાના દુઃખાવા સમાન બન્યું છે. ખેડૂતોને કડકડતી ઠંડીમાં પણ કલાકો સુધી યાર્ડની બહાર બેસી રહેવું પડે છે અને ખરીદી પ્રક્રિયા ગોકળ ગાય ગતિએ ચાલી રહી હોવાથી હેરાન થવું પડે છે જેથી ખરીદી પ્રક્રિયા માટે પૂરતો સ્ટાફ રાખવામાં આવે અને ખરીદ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે એવી ખેડૂતોની માગ છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati