દિલ્હી હિંસા: SITએ શરૂ કરી તપાસ, મીડિયા અને સામાન્ય નાગિરકો પાસે માગ્યા પુરાવા
ઉત્તર પૂર્વ દિલ્હીમાં કેમ હિંસા થઈ અથવા કેવી રીતે થઈ? આ ઘટના હતી કે પછી સમજી વિચારી રણનીતિ હેઠળ હિંસા કરવામાં આવી? આ પ્રશ્નોના જવાબ માટે SITએ તપાસ શરૂ કરી દીધી છે. SITની રચના ગુરૂવારે બપોર પછી કરવામાં આવી. Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ પ્રેમાનંદ […]
ઉત્તર પૂર્વ દિલ્હીમાં કેમ હિંસા થઈ અથવા કેવી રીતે થઈ? આ ઘટના હતી કે પછી સમજી વિચારી રણનીતિ હેઠળ હિંસા કરવામાં આવી? આ પ્રશ્નોના જવાબ માટે SITએ તપાસ શરૂ કરી દીધી છે. SITની રચના ગુરૂવારે બપોર પછી કરવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
SITની રચના થયા પછી તાત્કાલિક દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના એડિશનલ પોલીસ કમિશનરે અપીલ જાહેર કરી. સામાન્ય નાગરિક અને મીડિયાને અપીલ કરતાં કહ્યું કે આ હિંસાની તપાસમાં જેની પાસે જે પણ તસ્વીરો, વીડિયો કે અન્ય સંબંધિત પુરાવાઓ હોય તો તે 7 દિવસની અંદર પોલીસને પહોંચાડી તપાસમાં મદદ કરે. તસ્વીરો અને વીડિયો કે અન્ય પુરાવા ઉત્તર પૂર્વ દિલ્હી જિલ્લાના DCPના સીલમપુર સ્થિત કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે.
અપીલમાં અનુરોધ કરવામાં આવ્યો કે 23 ફેબ્રુઆરી 2020ના રોજ કે ત્યારબાદ ઉત્તર પૂર્વ દિલ્હી જિલ્લામાં જે પણ હિંસાત્મક ઘટાનઓ થઈ છે. તેના સંબંધિત પુરાવાઓ પોલીસ સુધી પહોંચાડવામાં ખાસ કરીને મીડિયા પણ મદદ કરે. પુરાવા પોલીસને પહોંચાડનારા લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. જો કોઈ આ હિંસક ઘટનાઓ વિશે જુબાની આપવા માંગે છે તો તેને પણ પોલીસ ગુપ્ત રાખશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: માં ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી શરૂ, વૈષ્ણોદેવી સર્કલ પાસે બનશે ભવ્ય ઉમિયાધામ
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]