Delhi : મનિષ સિસોદિયાએ લીધી વેક્સિન, કહ્યુ લૉકડાઉન નહીં વેક્સિન છે સમાધાન

દિલ્લીના (Delhi) નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાના પરિવાર સાથે દિલ્લીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.

Delhi : મનિષ સિસોદિયાએ લીધી વેક્સિન, કહ્યુ લૉકડાઉન નહીં વેક્સિન છે સમાધાન
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 03, 2021 | 7:28 PM

દિલ્લીના (Delhi) નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાના પરિવાર સાથે દિલ્લીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. કોરોના યોદ્ધાઓનો આભાર માનતા સિસોદિયાએ કહ્યુ કે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ મુશ્કેલ સમયમાં વેક્સિન બનાવી તેના માટે દેશવાસીઓ તરફથી તેમને ખૂબ આભાર સાથે જ તેમણે દિલ્લીના લોકોને અપીલ કરતા કહ્યુ કે કોરોનાના નિયમોને પાલન કરી અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો વેક્સિન જરૂરથી લે. તેમણે વધુમાં જણાવ્યુ કે જ્યાં સુધી કોરોનાની ચેઇન ટૂટે તેટલી ઝડપથી વેક્સિનેશન નહીં થાય ત્યાં સુધી કોરોનાનો ભય રહેશે. અમારી કોરોના સામે લડવા અને વેક્સિનેશનની પ્રક્રિયા માટે પૂરી તૈયારી છે.

મનીષ સિસોદિયાએ કહ્યુ કે અમારી ભારત સરકારને અપીલ છે કે વેક્સિનની સપ્લાય વધારવામાં આવે અને 45 વર્ષથી નાની વયના લોકોને પણ ઉપલભ્ધ કરાવવામાં આવે. જો પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો હશે તો દિલ્લી સરકાર 3 થી 4 મહિનાની અંદર દિલ્લીના દરેક લોકો સુધી વેક્સિન પહોંચાડવા સક્ષમ છે. થોડા દિવસ પહેલા જ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારે દિલ્લીની લોક નાયક હોસ્પિટલમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો

મનીષ સિસોદિયા સાથે તેમની પત્નિ સીમા અને પરિવારના અન્ય સદસ્યો પણ હાજર હતા. નાયબ મુખ્યંત્રીને ભારત બાયોટેકની કોવેક્સિન લગાડવામાં આવી. વેક્સિન લેતી વખતે તેમણે કહ્યુ કે કોરોનાને રોકવા માટે લૉકડાઉન સમાધાન નથી ફક્ત વેક્સિનેશનથી જ કોરોના પર કાબુ મેળવી શકાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">