દિલ્હી વિધાનસભામાં AAPની ભવ્ય વિજય સાથે જાણો કોંગ્રેસ પાર્ટીના કેટલા ઉમેદવારની ડિપોઝીટ જપ્ત

દિલ્હી વિધાનસભામાં AAPની ભવ્ય વિજય સાથે જાણો કોંગ્રેસ પાર્ટીના કેટલા ઉમેદવારની ડિપોઝીટ જપ્ત

અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમીએ દિલ્હીમાં ફરી પોતાનો ઝંડો ઊંચો કરવામાં સફળતા મળી છે. કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બનશે. આ સાથે ત્રીજી વખત સત્તા પર આવશે આમ આદમી પાર્ટી. પરંતુ બીજી તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી બહુ ખરાબ પરિણામ સાથે જાહેર થઈ છે. કોંગ્રેસને 2015ની માફક આ વખતે પણ વિધાનસભા ચૂંટણીમાં એક પણ સીટ પ્રાપ્ત થઈ નથી. સાથે વોટ ટકાવારી પણ ઘટાડો થયો છે.

Image result for delhi congress

આ પણ વાંચોઃ જીત બદલ અભિનંદન પાઠવ્યા તો કેજરીવાલે PM મોદીની પાસે કરી આ માગણી

રોમાંચક વાત એ છે કે, કુલ 66 ઉમેદવાર સાથે કોંગ્રેસ મેદાને ઉતરી હતી. અને 4 ઉમેદવાર RJDના હતા. જેમાંથી કોંગ્રેસના માત્ર 3 ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શક્યા છે. 63 બેઠક એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા નથી. કોંગ્રેસે લાલુ પ્રસાદની પાર્ટી સાથે ચૂંટણી લડી હતી. અને 4 બેઠક તેમને આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો