કાશ્મીરની ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન અને યુવાનોને ભડકાવવાનું કાવતરું ઘડતું પાકિસ્તાન ખુલ્લુ પડ્યું

કાશ્મીરની ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન અને યુવાનોને ભડકાવવાનું કાવતરું ઘડતું પાકિસ્તાન ખુલ્લુ પડ્યું છે. હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીની વરસીના દિવસે પાકિસ્તાની સેનાના અધિકારીએ એક ટવીટ કર્યું છે. જેને આધારે કોઈપણ વ્યક્તિ કહી શકે કે પાકિસ્તાન કાશ્મીરમાં આતંકને પ્રોત્સાહન કરી રહ્યું છે. Nothing comes without commitment, dedication and sacrifices. Heroes do it at the cost of their […]

કાશ્મીરની ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન અને યુવાનોને ભડકાવવાનું કાવતરું ઘડતું પાકિસ્તાન ખુલ્લુ પડ્યું
Follow Us:
| Updated on: Jul 08, 2019 | 11:31 AM

કાશ્મીરની ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન અને યુવાનોને ભડકાવવાનું કાવતરું ઘડતું પાકિસ્તાન ખુલ્લુ પડ્યું છે. હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીની વરસીના દિવસે પાકિસ્તાની સેનાના અધિકારીએ એક ટવીટ કર્યું છે. જેને આધારે કોઈપણ વ્યક્તિ કહી શકે કે પાકિસ્તાન કાશ્મીરમાં આતંકને પ્રોત્સાહન કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ VIDEO: રોણા શેરમાં…ગીતના 25 કરોડ દર્શક થવા બદલ ગાયિકા ગીતા રબારીએ PM મોદી સાથે કરી મુલાકાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાન ISPRના મહાનિર્દેશક આસિફ ગફૂરે હિજબુલ કમાન્ડર બુરહાન વાનીની વરસીના દિવસે તેને સલામ અદા કરી છે. પાકના આ અધિકારીએ ટવીટ દ્વારા હિજબુલ વાનીની આતંકી પ્રવૃતિને ત્યાગ અને મહાનતા દર્શાવી છે. સાથે કહ્યું કે, બલિદાન વગર કંઈ પણ વસ્તુ મેળવી શકાતી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

8 જુલાઈ 2016ના દિવસે અનંતનાગ જિલ્લાના કોકેરનાગમાં સેના સાથે અથડામણ સમયે બુરહાન વાની ઠાર મર્યો હતો. વાનીની મોત બાદ કાશ્મીરમાં અશાંતિ ફેલાઈ હતી. અને 4 મહિના સુધી વાતાવરણ જેમનું તેમ રહ્યું હતું. પ્રદર્શનકારી અને સેનાની અથડામણમાં 98 લોકોની મોત થઈ હતી. માહિતી પ્રમાણે 4 હજારથી વધુ લોકો પેલેટ ગનનો શિકાર બન્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બુરહાન વાનીની વરસી પર અલગાવવાદીઓએ વિરોધ પ્રદર્શન કરવાની ફિરાકમાં હતા. પરંતુ સેના દ્વારા અનેક વિસ્તારને બંધ કરી દેવાયા છે. સાથે ઈન્ટરનેટ સુવિધા પણ બંધ કરી દીધી છે. સાથે અમરનાથ યાત્રીઓની પહેલી ટુકડીને પણ રોકી દેવાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">