ડાંગ બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની 60 હજાર 95 મતથી જીત, કોંગ્રેસે કહ્યું હાર પર મનોમંથન કરીશું

ડાંગ બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની 60 હજાર 95 મતથી જીત, કોંગ્રેસે કહ્યું હાર પર મનોમંથન કરીશું

ડાંગ બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની જીત થઇ અને 60 હજાર 95 મતોથી ડાંગની બેઠક વિજય પટેલે જીતી લીધી છે, તો કોંગ્રેસી ઉમેદવાર સુર્યકાંત ગાવિતનો કારમો પરાજય થયો. મતગણતરીના 36 રાઉન્ડના અંતે ભાજપને કુલ ભાજપ 94,006 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને કુલ 33,911 મત મળ્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટી એક મજબૂત ત્રીજા પક્ષ તરીકે ઉભરી હતી. બીટીપીને કુલ 1234 મત મળ્યા હતા. આ ઉપરાંત કુલ 1 લાખ 35 હજાર 98 મત પૈકી 2,939 મત notaમાં ગયા હતા, જેમાં બેલેટ પેપર ઉપર મતદાન કરનાર 1442 સરકારી અધિકારીઓમાંથી 20 મત nota ને આપ્યા હતા. ભાજપના ઉમેદવાર વિજય પટેલે પોતાની જીતનો શ્રેય જનતાને આપીને કાર્યકરોનો આભાર માન્યો તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુર્યકાંત ગાવિતે કબૂલાત કરી તેઓએ ચૂંટણી જીતવા મહેનત તો કરી, પરંતુ પરિણામ ન મળ્યું જોકે પોતાની હાર માટે તેઓએ મનોમંથન કરવાની પણ તૈયારી દર્શાવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati