ક્રિકેટના નવા તેવર જોઈને સચિન તેંડુલકરે બેટ્સમેનો માટે હેલ્મેટ ફરજીયાત કરવા કરી અપીલ, ICCને આ માટે કરી અપીલ

બદલાતા સમયની સાથે જ જમાનો પણ બદલાઈ રહ્યો છે. જીંદગી જીવવાની રફતાર પણ ઝડપી બની રહી છે તો વળી આવી સ્થિતીમાં ક્રિકેટ પણ કેમ તેની પિક અપ ના પકડે. હાલ તો જોકે આ રમતે ઝડપની સાથે રોમાંચ પણ પકડી લીધો છે. જો કે એમ પણ કહેવાય છે ને કે જ્યાં ઝડપ હોય ત્યાં ખતરાની સ્થિતી […]

ક્રિકેટના નવા તેવર જોઈને સચિન તેંડુલકરે બેટ્સમેનો માટે હેલ્મેટ ફરજીયાત કરવા કરી અપીલ, ICCને આ માટે કરી અપીલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 03, 2020 | 10:47 PM

બદલાતા સમયની સાથે જ જમાનો પણ બદલાઈ રહ્યો છે. જીંદગી જીવવાની રફતાર પણ ઝડપી બની રહી છે તો વળી આવી સ્થિતીમાં ક્રિકેટ પણ કેમ તેની પિક અપ ના પકડે. હાલ તો જોકે આ રમતે ઝડપની સાથે રોમાંચ પણ પકડી લીધો છે. જો કે એમ પણ કહેવાય છે ને કે જ્યાં ઝડપ હોય ત્યાં ખતરાની સ્થિતી પણ વધુ હોય છે. આ જ તો કારણ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24 વર્ષ સુધી રાજ કરવાવાળા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ ક્રિકેટના નવા તેવરથી થોડા ચિંતીત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સચિન તેંડુલકરે એક ટ્વીટ કર્યુ છે, જેમા તેઓએ સવાલ કર્યા છે. ક્રિકેટની રમત ઝડપી બની ગઈ છે, પરંતુ શું તે તેટલી સેફ બની શકી છે. સચિને આ સવાલ ઉઠાવતા ટી-20 લીગમાં પંજાબ અને હૈદરાબાદની વચ્ચે રમાયેલી મેચનો હવાલો પણ આપ્યો છે. જે મેચમાં પંજાબના ફિલ્ડર પુરનનો એક થ્રો સીધો જ હૈદરાબાદબના બેટ્સમેન વિજય શંકરના માથા પર વાગે છે અને તે નીચે ઢળી પડે છે. સચિને પોતાના ટ્વીટ દ્વારા કહ્યુ છે કે આવી તસ્વીરો સારી નથી. જો કે બેટ્સમેન સ્પીનરને રમી રહ્યો હોય કે પછી ઝડપી બોલરને તેના માટે તમામ પ્રકારની બોલીંગમાં બેટ્સમેન માટે હેલમેટ ફરજીયાત કરવુ જોઈએ. સચિન તેંડુલકરે આઈસીસીને પણ પ્રોફેશનલ ક્રિકેટમાં હેલમેટને અનિવાર્ય કરવા માટે પ્રમુખતાથી વિચાર કરવા માટે આગ્રહ કર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

https://twitter.com/sachin_rt/status/1323540326448091137?s=20

માસ્ટર બ્લાસ્ટરે ટી-20 લીગની આ ઘટનાની તુલના ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીની સથે ઘટેલી એક ઘટના સાથે કરી છે. તેમણે પોતાના આગળના ટ્વીટમાં રવિ શાસ્ત્રીને મેન્શન કરતા લખ્યુ છે કે, આ મને તે સમયની યાદ અપાવે છે કે જ્યારે એક પ્રદર્શની મેચ દરમ્યાન મિસ્ટર ગાવાસ્કરની એક ફુલટોસ બોલ તેમને વાગી ગઈ હતી. તે પણ મોટી ઈજા પહોંચી શકી હોત પરંતુ સારૂ છે તેવુ કંઈ થયુ નહોતુ.

Cricket na nava tevar joine sachin tendulkar e batsmano mate helmet farjiyat karva kari apil ICC ne aa mate kari apil

જોકે સચિને ટી-20 લીગમાં ઘટેલી જે ઘટનાને લઈને આ સારી વાતને રજુ કરી છે, તેમાં વિજય શંકર પંજાબના ફીલ્ડર પુરનના ઝડપી થ્રો પર એ માટે તે મોટી ઈજાથી બચી શક્યો હતો કે વિજયે એ વખતે હેલમેટ પહેર્યુ હતુ. પુરનનો સીધો થ્રો વિજય શંકરના માથા પર જઈને વાગ્યો હતો. આમ તો સામાન્ય રીતે બેટ્સમેન ફક્ત ઝડપી બોલરો, મતલબ પેસર અને સ્પીનર એમ જોઈને હેલમેટ પહેરતા હોય છે. જોકે સચિનની આ ઘટનાનો ઉલ્લેખ કરવાનો મતલબ એ છે કે ઘટના ગમે ત્યારે ઘટી શકે છે. આ જ કારણ છે કે હવે આઈસીસીને બેટીંગ દરમ્યાન હેલમેટ પહેરવુ અનિવાર્ય કરવા માટે અપીલ કરી છે. ભલેને બોલર પચી ગમે તે પ્રકારની બોલીંગ ધરાવતા હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">