કોરોના વાયરસથી નવજાત બાળક થયું સંક્રમિત, દુનિયાનો પ્રથમ કેસ
કોરોના વાયરસની દહેશત દુનિયાના તમામ દેશોમાં છે. ત્યારે એક નવજાત બાળકને કોરોના વાયરસ થયો છે. સૌથી ઓછી ઉંમરમાં સંક્રમણનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ મામલો લંડનમાં સામે આવ્યો છે. આ નવજાત બાળકની માતાને લાગી રહ્યું હતું કે બાળકને ન્યૂમોનિયા થયો છે પણ જ્યારે મહિલા પોતાના બાળકને લઈ હોસ્પિટલ પહોંચી તો તપાસ પછી ખબર […]
કોરોના વાયરસની દહેશત દુનિયાના તમામ દેશોમાં છે. ત્યારે એક નવજાત બાળકને કોરોના વાયરસ થયો છે. સૌથી ઓછી ઉંમરમાં સંક્રમણનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ મામલો લંડનમાં સામે આવ્યો છે. આ નવજાત બાળકની માતાને લાગી રહ્યું હતું કે બાળકને ન્યૂમોનિયા થયો છે પણ જ્યારે મહિલા પોતાના બાળકને લઈ હોસ્પિટલ પહોંચી તો તપાસ પછી ખબર પડી કે બાળક કોરોના વાયરસથી સંક્રમિત છે.
એક અહેવાલ મુજબ માતા અને બાળક કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. નોર્થ મિડિલસેક્સ યૂનિવર્સિટી હોસ્પિટલમાં એકને સ્પેશિયલ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ત્યારે બીજાને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. મહિલાને બાળકના જન્મના થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકના જન્મ પછી એવું લાગ્યુ કે તેને ન્યૂમોનિયા થયો છે પણ જ્યારે તપાસ કરવામાં આવી તો બંને કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા.
હાલમાં બંનેને અલગ કરી દેવામાં આવ્યા છે. ડૉક્ટર એ વાતની તપાસ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે કે બાળક ગર્ભમાં જ કોરોનાથી સંક્રમિત થયું હતું કે જન્મ થયા પછી સંક્રમિત થયું છે. ત્યારે તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસના 798 કેસ સામે આવી ચૂક્યા છે અને અત્યાર સુધી 10 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન વાયરસના સંક્રમણમાં 35 ટકાનો વધારો થયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: વડોદરા: પોલીસકર્મીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ!, પોલીસે આરોપીની ધરપકડ કરી નોંધ્યો ગુનો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]