એડિલેડમાં કોરોનાની બીજીવારની લહેર પ્રસરી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોનાને લઈને મહત્વની બાબતો કરી જાહેર

ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ કહ્યુ છે કે, તેઓ એ સુનીશ્વીત કરીને ચાલી રહ્યા છે કે, કોરોના વાયરસની બીજી લહેર વર્તાઇ રહી છે, છતાં એડિલેડ ટેસ્ટ યથાવત રહેશે. એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાનારી છે, જે ટેસ્ટ મેચ ડે નાઇટના રુપની હશે. એડિલેડમાં કોરોના સંક્રમણના કેસમાં એકાએક જ ઉછાળો આવ્યો છે. જેને લઇને 17 ડિસેમ્બરે […]

એડિલેડમાં કોરોનાની બીજીવારની લહેર પ્રસરી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોનાને લઈને મહત્વની બાબતો કરી જાહેર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 17, 2020 | 1:40 PM

ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ કહ્યુ છે કે, તેઓ એ સુનીશ્વીત કરીને ચાલી રહ્યા છે કે, કોરોના વાયરસની બીજી લહેર વર્તાઇ રહી છે, છતાં એડિલેડ ટેસ્ટ યથાવત રહેશે. એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાનારી છે, જે ટેસ્ટ મેચ ડે નાઇટના રુપની હશે.

એડિલેડમાં કોરોના સંક્રમણના કેસમાં એકાએક જ ઉછાળો આવ્યો છે. જેને લઇને 17 ડિસેમ્બરે શરુ થનાર પ્રથમ ટેસ્ટ પર પણ, ખતરાના વાદળ ઘેરાવા લાગ્યા હતા. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તે હજુ પણ બંને ટીમો વચ્ચે થનારી ઐતિહાસીક,   ડે નાઇટ ટેસ્ટની તૈયારીઓમાં જોડાઇ ગયુ છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

એડીલેડમાં કોરોનાના વધતા જતા કેસોને લઇને કેટલાક અન્ય રાજ્યોને, આ મહામારીના હોટ સ્પોટ જાહેર કરવા પડ્યા છે. એડીલેડમાં કોરોના મામલામાં અચાનક જ વધારો જોવા મળી રહ્યો છે. જ્યાં કોરોનાના કેસ ચારથી વધીને 18 સુધી પહોંચી ગયા છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયા, તાસ્માનિયા અને નોર્થન ટેરિટરીની સરકારોએ, પોતાની બોર્ડરોને બંધ કરવા માટે ફેંસલા કર્યા છે. તો વળી ક્વિસલેન્ડે એડિલેડ તરફથી, આવવા વાળા લોકો માટે બે સપ્તાહ માટે ક્વોરન્ટાઇનનો નિયમ બનાવાયો છે.

આ નિયમ નો મતલબ છે કે, એડિલેડમાં રમાયેલા માર્શન શેફીલ્ડ શીલ્ડમાં ભાગ લેવા વાળા વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયાના તમામ ખેલાડીઓને બે સપ્તાહ માટે સેલ્ફ આઇસોલેશનમાં રાખવામાં આવશે. જેનો મતલબ છે કે ઓસ્ટ્રેલીયા ક્રિકેટ કેપ્ટન પેન અને વિકેટકિપર બેટસમેન મેથ્યુ વેડ અને તસ્માનિયાની ટીમના અન્ય સભ્યોએ પણ આઇસોલેશમાં જવુ પડશે.

જો કે સારી વાત એ છે કે, ન્યુ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયામાં પોત પોતાની બોર્ડરોને ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. ન્યુ સાઉથ વેલ્સના પ્રમુખ ગ્લેડી બેરીઝ કાલયન પહેલા જ કહી ચુક્યા છે કે, આપણે સૌએ વાયરસ સાથે જીવવાની જરુર છે. એ વાતની પણ કોઇ આશા નથી કે, બાબતે કોઇ બદલાવ આવશે. જ્યાં સુધી ટેસ્ટ સિરીઝના કાર્યક્રમની વાત છે તો, વિકટોરીયા આ પહેલા જ કહી ચુક્યુ છે કે, એડિલેડમાંથી આવનારા લોકો પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નહી લગાવાય. જે એક મોટી રાહતની વાત હશે. આનો મતલબ એ છે કે, એડિલેડ ટેસ્ટ સમાપ્ત થવા પછી સિરિઝમાં સામેલ ખેલાડીઓ અને સ્ટોક હોલ્ડર કોઇ પણ પ્રકારના અવરોધ વિના મેલબોર્નની યાત્રા કરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">