સુરતમાં કોરોના વોરિયર્સનું અનોખી રીતે સન્માન, 800 ફુટ લાંબા કપડા ઉપર હાથના પંજાની લેવાઈ છાપ

સુરતમાં કોરોનાકાળ દરમિયાન કામગીરી કરનારા, તબીબ, પોલીસ, નર્સ, સફાઈ કામદાર સહીતનાઓનુ અનોખી રીતે સન્માન કરવાનું નક્કી કરાયું છે. સુરતમાં 800 ફૂટ લાંબા કાપડનાં પટ્ટા ઉપર સ્મીમેરના 2500થી વધુ સ્વાસ્થ્યકર્મીઓએ  ઇકોફ્રેન્ડલી રંગથી હાથના પંજાની છાપ પાડી છે. જેને CARING HANDS નામ આપવામાં આવ્યું છે.  આ 800 ફુટ લાબા કાપડ ઉપર બધા કોરોના વોરિયર્સના હાથના પંજાની છાપ […]

સુરતમાં કોરોના વોરિયર્સનું અનોખી રીતે સન્માન, 800 ફુટ લાંબા કપડા ઉપર હાથના પંજાની લેવાઈ છાપ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 02, 2020 | 5:38 PM

સુરતમાં કોરોનાકાળ દરમિયાન કામગીરી કરનારા, તબીબ, પોલીસ, નર્સ, સફાઈ કામદાર સહીતનાઓનુ અનોખી રીતે સન્માન કરવાનું નક્કી કરાયું છે. સુરતમાં 800 ફૂટ લાંબા કાપડનાં પટ્ટા ઉપર સ્મીમેરના 2500થી વધુ સ્વાસ્થ્યકર્મીઓએ  ઇકોફ્રેન્ડલી રંગથી હાથના પંજાની છાપ પાડી છે. જેને CARING HANDS નામ આપવામાં આવ્યું છે.  આ 800 ફુટ લાબા કાપડ ઉપર બધા કોરોના વોરિયર્સના હાથના પંજાની છાપ પડી જાય પછી એ લોકો જોઈ શકે તે માટે પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ રીતે કોરોના વોરિર્યસનું અનોખી રીતે સન્માન કરાશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ સમગ્ર સમયગાળા દરમિયાન, ઘણા સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા, હોસ્પિટલમાં દાખલ થયા, સારવાર લઇ, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં પુનઃ જોડાઈ પણ ગયા. ઘણા બધા સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિવારજનોએ, વિપત્તિઓનો સામનો કરીને પણ, સ્વાસ્થ્ય કર્મચારીઓનો જુસ્સો બુલંદ રાખ્યો. ઘણા કર્મચારીઓએ પોતાના પરિવારજનોને, પોતાનાથી અળગા રાખીને પોતાની ફરજ બજાવી. કોરોના સામેની લડાઈ માત્ર સ્વાસ્થ્ય કર્મચારીઓએ નહી, પરંતુ તેમના સમગ્ર પરિવારે સાથે રહીને લડી છે.

ત્યારે આ મહામારી દરમિયાન, પ્રત્યેક સ્વાસ્થ્ય કર્મીએ શારીરિક, માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ, વેઠીને પણ સેવાની મશાલ સળગતી રાખી છે. એના માટે સ્મૃતિચિહ્ન બનાવવાનું નક્કી કર્યું કે, જેમાં સૌની સરખી ભાગીદારી હોય, અને સૌનું કોરોનાયોધ્ધા તરીકેનું કાર્ય, લોકોના માનસ પર સદાય અંકિત રહે. આ માટે ઘણાબધા વિકલ્પો વિચાર્યા બાદ, 74મા સ્વાતંત્ર્ય દિવસે “CARING HANDS“ અભિયાન સર્વ સંમતિથી શરુ કરવામાં આવ્યું.

11 માર્ચ 2020નાં રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોવિડ-19 ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી. 16મી માર્ચે સુરત શહેરમાં કોવિડ-19 નો પહેલો કેસ નોંધાયો ત્યારથી સ્મીમેર હોસ્પિટલમાં ડોકટર્સ, કર્મચારીઓ જેમાં સફાઈ કામદાર, વોર્ડબોય, આયા બહેન, નર્સિંગ સ્ટાફ, વહીવટી સ્ટાફ તેમજ ઇન્ટર્ન વગેરેએ રજા લીધા વગર છેલ્લા 6 મહિનાથી અવિરતપણે કોરોનાને લગતી વિવિધ કામગીરી બજાવી રહ્યા છે.

“CARING HANDS“ અભિયાનમા, સ્મીમેરના તમામ સ્વાસ્થ્યકર્મીઓએ કોઈપણ જાતના ભેદભાવ વગર, એક જ કાપડ પર હાથના પંજાની છાપ આપી છે. જે હાથોએ દર્દીઓની સેવા કરી, મળમૂત્ર અને ઉલટીઓ સાફ કર્યા, કપડા બદલ્યા, જમાડ્યા, તપાસ કરી, સારવાર આપી, સમયસર દવા પહોચાડી અને સાજા સારા કરી, સહીસલામત ઘરે પહોચાડ્યા, તે હાથોની પ્રતિકાત્મક તસ્વીર એટલે “CARING HANDS“ અભિયાન.

આ પણ વાંચોઃકાવતરાના ભાગરૂપે જમીન વિહોણા બનવાના આક્ષેપ સાથે ખેડૂતે જાહેર રસ્તા ઉપર ન્યાયની ભીખ માંગી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">