કોરોના વોરિયર્સને અનોખી સલામ, હાથેથી લખાયો 18,000 શબ્દોનો મહાગ્રંથ

ગુજરાતનું સૌપ્રથમ ૧૮ હજાર શબ્દોમાં લેખનયાત્રા.કોમ દ્વારા હસ્તલિખિત એટલે કે હાથેથી લખાયેલું, હસ્તચિત્રિત એટલે કે પુસ્તકમાં હાથેથી દોરાયેલા ચિત્રો અને કોરોના વોરિયર્સના સત્ય પ્રસંગ પર આધારિત એક મહાગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું નામ છે “અ ટ્રીબ્યુટ ટુ અનસીન કોરોના વોરિયર્સ” જેનું વિમોચન  નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. દેશ સહિત દુનિયાને હચમચાવનાર કોરોના […]

કોરોના વોરિયર્સને અનોખી સલામ, હાથેથી લખાયો 18,000 શબ્દોનો મહાગ્રંથ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 18, 2020 | 11:34 AM

ગુજરાતનું સૌપ્રથમ ૧૮ હજાર શબ્દોમાં લેખનયાત્રા.કોમ દ્વારા હસ્તલિખિત એટલે કે હાથેથી લખાયેલું, હસ્તચિત્રિત એટલે કે પુસ્તકમાં હાથેથી દોરાયેલા ચિત્રો અને કોરોના વોરિયર્સના સત્ય પ્રસંગ પર આધારિત એક મહાગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું નામ છે “અ ટ્રીબ્યુટ ટુ અનસીન કોરોના વોરિયર્સ” જેનું વિમોચન  નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું.

દેશ સહિત દુનિયાને હચમચાવનાર કોરોના વાયરસના કાળને આજે છ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. માર્ચ મહિનાથી દેશમાં લાગુ પડેલા લોકડાઉન અને અનલોક પછી આજે જનજીવન પૂર્વવત થયુ છે. ત્યારે સુરતની એક સંસ્થા લેખન યાત્રા.કોમ દ્વારા કોરોના વોરિયર્સને અનોખું ટ્રીબ્યુટ આપવામાં આવ્યું છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આ ગુજરાતનો પ્રથમ મહાગ્રંથ થશે જે 18 હજાર શબ્દોમાં કોરોના વોરિયર્સ માટે લખાયેલો છે. આ મહાગ્રંથની સ્કેન કરેલ પુસ્તિકા ગુજરાતના પ્રત્યેક કોરોના વોરિયર્સને સમર્પિત કરવામાં આવી છે તેમજ તેમને વિનામૂલ્યે પણ આપવામાં આવશે. હસ્તલિખિત આ મહાગ્રંથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અર્પણ કરવામાં આવશે.

આ મહાગ્રંથની ખાસિયત એ પણ છે કે તે હાથેથી લખાયેલું છે, તેમાં જે ચિત્રો મૂકવામાં આવ્યા છે તે પણ હાથેથી દોરવામાં આવ્યા છે. અને તેમાં વર્ણવવામાં આવેલી ઘટનાઓ પણ સત્ય પ્રસંગ પર આધારિત છે. ગુજરાતમાં આવો આ પહેલો ગ્રંથ એવો હશે કે જે તૈયાર કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">