કોરોના વાયરસ પર સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને લખી ચિઠ્ઠી, કરી આ માગ

કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે અને 21 દિવસના લોકડાઉનથી સામાન્ય લોકોને ખુબ મુશ્કેલી પણ થઈ રહી છે. ત્યારે આ મહામારીના મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી લખી છે અને કોરોના વાયરસને લઈ ચિંતા વ્યક્ત કરી છે. સોનિયા ગાંધીએ લોકડાઉનના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે પણ તેની સાથે જ સામાન્ય મજૂરો […]

કોરોના વાયરસ પર સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને લખી ચિઠ્ઠી, કરી આ માગ
Follow Us:
| Updated on: Mar 26, 2020 | 7:41 AM

કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે અને 21 દિવસના લોકડાઉનથી સામાન્ય લોકોને ખુબ મુશ્કેલી પણ થઈ રહી છે. ત્યારે આ મહામારીના મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી લખી છે અને કોરોના વાયરસને લઈ ચિંતા વ્યક્ત કરી છે. સોનિયા ગાંધીએ લોકડાઉનના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે પણ તેની સાથે જ સામાન્ય મજૂરો માટે રાહત પેકેજ માટે જાહેરાતની વાત કરી છે.

વડાપ્રધાન મોદીને લખેલી ચિઠ્ઠીમાં સોનિયા ગાંધીએ લખ્યું કે કોરોના વાયરસના ખતરાને જોતા 21 દિવસના લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય છે, આ સ્થિતીમાં દરેક લોકો આ સંકટમાં દેશની સાથે ઉભા છે પણ તેની સાથે જ દેશમાં હેલ્થની સાથે સાથે ઈકોનોમી માટે પણ સંકટ ખુબ મોટું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સોનિયા ગાંધીએ ચિઠ્ઠીમાં આ માંગ કરી અને તરત એક્શન લેવા માટેની અપીલ કરી.

1. જે ડોક્ટર કોરોના વાયરસ સામે લડવા સેવા આપી રહ્યા છે, તેમના માટે તરત N95 માસ્ક અને હેજમેટ સૂટની વ્યવસ્થા કરવામાં આવે, સરકારે કોરોના સામે 15 હજાર કરોડ રૂપિયા સ્વાસ્થ્ય સેવાઓ માટે આપ્યા છે.

2. ડોકટરો માટે રિસ્ક એલાઉન્સની જાહેરાત થવી જોઈએ, 1 માર્ચથી લઈ આગામી 6 મહિના સુધી તેને લાગૂ કરવામાં આવવું જોઈએ.

3. એક એવા પોર્ટલ અને ફોન નંબરની વ્યવસ્થા કરવામાં આવે, જ્યાં કોરોનાને લઈ તમામ જાણકારી ઉપલબ્ધ હોય. દેશની તે તમામ હોસ્પિટલોની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે, જ્યાં તેની સારવાર થઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

4. કોરોનાના સંકટને જોતાં સરકારને ટેમ્પરરી હોસ્પિટલ બનાવવી જોઈએ, ICU અને વેન્ટિલેટરની વ્યવસ્થા પણ તરત કરવામાં આવવી જોઈએ.

5. કેન્દ્ર સરકારને મજૂરો, ફેક્ટરી લેબર, મનરેગા વર્કર સહિત અન્ય ગરીબ લોકોને સીધી આર્થિક મદદ પહોંચાડવી જોઈએ. આ મદદ સીધી તેમના બેન્ક ખાતામાં જમા થવી જોઈએ.

6. સરકારને ખેડૂતોના પાકની MSP વધારવી જોઈએ અને આગામી 6 મહિના સુધી કોઈ પણ પ્રકારની રિકવરીને રોકી દેવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

7. કેન્દ્ર સરકારને તરત ન્યાય જેવી યોજના લાગૂ કરવી જોઈએ. જનધન એકાઉન્ટ દ્વારા 7,500 રૂપિયાની મદદ લોકોને આપવી જોઈએ.

8. ગરીબ પરિવારને 10 કિલો ઘઉં આપવા જોઈએ.

9. નોકરિયાત વર્ગના લોકોના તમામ EMI 6 મહિના સુધી ટાળી દેવા જોઈએ, તે સિવાય લોનના હપ્તાને પણ રોકી દેવા જોઈએ.

10. ઉદ્યોગજગત માટે ટેક્સ રિલીફ જેવી જાહેરાત થવી જોઈએ. નાના કારોબારીઓ પર ફોક્સ કરતાં ઝડપી રાહતની જાહેરાત થવી જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">