કોરોના વેક્સિન માટે બાળકોને જોવી પડશે રાહ, દુનિયાભરમાં હજુ ક્યાંય નથી થઈ શકી ટ્રાયલ

વિશ્વભરની મોટાભાગની વસ્તી છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસને લઈને પરેશાની ઉઠાવી રહી છે. એવામાં કોરોનાની તૈયાર થઈ રહેલી વેક્સિનએ દુનિયાભરના લોકોમાં એક નવી આશા જગાડી છે. જો કે, આ વેક્સિનનો ફાયદો દુનિયાના કોઇ બાળકોને થશે નહી. જગવિખ્યાત ઇમ્યુનોલોજીસ્ટ અને અમેરિકાના એટલાંટા સ્થિત એમોરી વેક્સિન સેન્ટરના ડિરેક્ટર ડો.રફી અહેમદના કહેવા અનુસાર હજુ સુધી બાળકો માટે કોરોનાની […]

કોરોના વેક્સિન માટે બાળકોને જોવી પડશે રાહ, દુનિયાભરમાં હજુ ક્યાંય નથી થઈ શકી ટ્રાયલ
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 19, 2021 | 1:36 PM

વિશ્વભરની મોટાભાગની વસ્તી છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસને લઈને પરેશાની ઉઠાવી રહી છે. એવામાં કોરોનાની તૈયાર થઈ રહેલી વેક્સિનએ દુનિયાભરના લોકોમાં એક નવી આશા જગાડી છે. જો કે, આ વેક્સિનનો ફાયદો દુનિયાના કોઇ બાળકોને થશે નહી.

corona-vaccine-maate-badako-ne-jovi-padshe-raah-duniya-bharma-haju-kyay-nathi-thai-shaki-trail જગવિખ્યાત ઇમ્યુનોલોજીસ્ટ અને અમેરિકાના એટલાંટા સ્થિત એમોરી વેક્સિન સેન્ટરના ડિરેક્ટર ડો.રફી અહેમદના કહેવા અનુસાર હજુ સુધી બાળકો માટે કોરોનાની કોઇ રસી તૈયાર થઈ નથી. આવી પરિસ્થિતીના કારણે કોરોના સંક્રમિત બાળકોને રસીકરણ કરવા માટે હજુ રાહ જોવી પડશે.

બાળકો પર કરવી પડશે ટ્રાયલ જામિયા મિલ્લીયા ઇસ્લામિયા આયોજીત એક કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ ઇમ્યુનોલોજીસ્ટ અને અમેરિકાના એટલાંટા સ્થિત એમોરી વેક્સિન સેન્ટરના ડિરેક્ટર ડો. રફી અહમેદે કહ્યું હતું કે હજુ સુધી જે પણ કંપનીઓએ કોરોનાની રસી તૈયાર કરી લીધી છે અને જેઓ તેની નજીક છે.. તેમાંથી કોઇએ તે રસીનું બાળકો પર ટ્રાયલ નથી લીધું.કંપનીઓએ બાળકોને રસીકરણ કરવા માટે તેમની શોધાયેલી રસીની ટ્રાયલ પણ બાળકોમાં કરવી પડશે. તેની સફળતા પછી બાળકોને રસીકરણ કરી શકાશે. તૈયાર રસી કેટલી અસરકારક તે હજુ નક્કી નથી ડો.રફી અહેમદે કહ્યું હતું કે કોરોનાથી બચવા માટે રસી હમણાં જ તૈયાર થઈ છે પણ તે કેટલી અસરકારક છે તે અંગે અત્યારે કશું કહી શકાય નહી. માનવામાં આવી રહ્યું છે કે રસીકરણ કર્યા બાદ તેની અસર 3 થી 4 મહિના સુધી રહી શકે છે. ત્યારબાદ માનવ શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા પર પણ બહુ મોટો આધાર રહેલો છે. જો કે, તેના બાદ પણ કોરોનાથી બચવા માટે રસીનો બુસ્ટર ડોઝ આપી શકાય છે. તેમણે કહ્યું કે ખાનપાનમાં વિશેષ ધ્યાન આપવું પડશે. સાથે જ એ પણ સત્ય છે કે કોઇપણ રસીના પરિક્ષણ માટે કેટલાયે વર્ષોનો સમય લાગે છે.. ત્યાયરે કોરોનાની રસી તેની સરખામણીએ ઓછા સમયમાં તૈયાર કરાઈ છે. સ્વાસ્થયકર્મીઓને પહેલા અપાય રસી રસી આવ્યા બાદ પણ કોને પહેલા રસી અપાશે તે અંગે ડો..રફીએ કહ્યું કે સ્વાસ્થયકર્મીઓને પહેલા રસી અપાવી જોઈએ. તેના બાદ બુઝુર્ગોને અને ગંભીર રીતે બિમાર લોકોને રસી પહોંચાડવાની જરૂરત છે. ભારતમા રસીના વિતરણ અંગે તેમણે કહ્યું કે ભારતની જનસંખ્યા અને ગ્રામિણ પરિવેશ વિતરણ બે મુખ્ય પડકાર છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">