કોરોના નિયમ ભંગના કેસમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામિતને જામીન, કુલ 19 આરોપીના જામીન મંજૂર
પૌત્રીના સગાઈમાં નિયમ ભંગના કેસમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામીતને જામીન મળ્યા છે. કોર્ટે કાંતિ ગામીત, તેમના પુત્ર જીતુ ગામીત સહિત 19 આરોપીના જામીન મંજૂર કર્યા છે. રૂપિયા 25 હજારના જાત મૂચરકા અને નિયમો ન તોડવાની શરતે જામીન મંજૂર કરાયા છે. કોર્ટે કોવિડના નિયમોનો ભંગ કરતા ટોળાં ભેગા ન કરવા અને પોલીસ તપાસમાં સહયોગ આપવાની શરતે […]
પૌત્રીના સગાઈમાં નિયમ ભંગના કેસમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામીતને જામીન મળ્યા છે. કોર્ટે કાંતિ ગામીત, તેમના પુત્ર જીતુ ગામીત સહિત 19 આરોપીના જામીન મંજૂર કર્યા છે. રૂપિયા 25 હજારના જાત મૂચરકા અને નિયમો ન તોડવાની શરતે જામીન મંજૂર કરાયા છે. કોર્ટે કોવિડના નિયમોનો ભંગ કરતા ટોળાં ભેગા ન કરવા અને પોલીસ તપાસમાં સહયોગ આપવાની શરતે જામીન આપ્યા છે. કુલ 19 લોકોની 3 જામીન અરજીઓ કરવામાં આવી હતી. જેના પર કોર્ટે મંજૂરીની મહોર મારી છે. મહત્વનું છે કે પૌત્રીની સગાઈમાં કાંતિ ગામીતે ગરબાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો