કોરોનાના વધતા કેસો જોતાં હવે સુપર સ્પ્રેડરના ચેકીંગ કરશે સુરત મહાનગરપાલિકા

કોરોનાના વધતા કેસો જોતાં હવે સુપર સ્પ્રેડરના ચેકીંગ કરશે સુરત મહાનગરપાલિકા


સુરત શહેરમાં અઠવા, રાંદેર અને કતારગામ ઝોનમાં સ્ટ્રીટ ફૂડની લારીઓ પર વધતી ભીડના કારણે કોરોનાના વધી રહેલા કેસોને પગલે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસમાં 112 કેસનો વધારો થયો છે. હવે સુરત મહાનગરપાલિકા આવા સુપર સ્પ્રેડરોને ટાર્ગેટ કરી રહી છે. આ પહેલા શહેરમાં ફરતી રિક્ષાચાલકોના ચેકીંગ કરવામાં આવ્યા હતા.

Corona na vadhta case jota have super spreder na checking karse SMC

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Corona na vadhta case jota have super spreder na checking karse SMC

હવે સ્ટ્રીટ ફૂડ ચલાવતા વિક્રેતાઓ તેમજ કુરિયર કંપનીઓ કે જે સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યા છે આ સાથે જ વિવિધ ટ્રાવેલ એજન્સીઓના સંચાલકોનું પણ ટેસ્ટીંગ કરવામાં આવશે. પાલિકાએ અલગ અલગ ટીમો બનાવીને હાઈ રિસ્ક ઝોનમાં ખાસ કરીને આ ચેકીંગ શરૂ કર્યુ છે. આગામી 25 સપ્ટેમ્બર સુધી આ ચેકીંગ કરવામાં આવશે. સુપર સ્પ્રેડરમાં ખાણીપીણી વિક્રેતા, કરીયાણા સ્ટોર ધારક અને દૂધ વિક્રેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે તેમનું પણ ચેકીંગ હાથ ધરવામાં આવશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati