કોરોનાનાં સેકન્ડ વેવમાં અમદાવાદનો જોધપુર વિસ્તાર બન્યો હોટસ્પોટ, સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં 8,858 પર પહોંચી ગયા

કોરોનાનાં સેકન્ડ વેવમાં અમદાવાદનો જોધપુર વિસ્તાર બન્યો હોટસ્પોટ, સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં 8,858 પર પહોંચી ગયા

અમદાવાદ શહેરનો સૌથી પોશ વિસ્તાર જોધપુર કોરોનાનું હોટસ્પોટ બની ગયો છે. નવેમ્બરમાં સૌથી વધુ 750 કેસ અહીં નોંધાયા છે. જ્યારે માર્ચથી અત્યાર સુધીમાં પણ સૌથી વધુ 1406 કેસ પણ આ જ વોર્ડમાં નોંધાયા છે. એક સમયે જૂન સુધી જમાલપુરમાં સૌથી વધુ કેસ નોંધાતા હતા. બીજી તરફ છેલ્લા એક મહિનામાં 10 વોર્ડમાં 200થી વધુ કેસ નોંધાયા છે. જેમાં જોધપુર પછી બોડકદેવમાં 425, પાલડી 344, નવરંગપુરા 323, થલતેજ 322, ગોતા 302, નિકોલ 286, ઘાટલોડિયા 289, નારણપુરા 255, મણિનગરમાં 241 કેસ નોંધાયા છે. જ્યારે 50થી ઓછા કેસ અસારવા, દરિયાપુર, જમાલપુર, વિરાટનગર, શાહપુર, અમરાઈવાડી, ભાઈપુરા, બહેરામપુરા, દાણીલીમડા, મક્મતપુરા વોર્ડમાં નોંધાયા છે. જો કે, ઝોનવાર સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં 8,858એ પહોંચી ગયા છે. જમાલપુરમાં નવેમ્બર મહિનામાં માત્ર 12 જ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 291 કેસ નોંધાયા છે. જ્યારે 10 દર્દીના મોત થયા છે. બે વિસ્તાર કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati