ગુજરાતના ચાર ધારાસભ્યો કોરોના પોઝીટીવ, વિધાનસભાના સત્રમાં નહી લઈ શકે ભાગ
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર પૂર્વે ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારને 21 સપ્ટેમ્બરથી શરુ થઈ રહ્યું છે. ધારાસભ્યોના કરાયેલા કોરોના ટેસ્ટમાં કોંગ્રેસના ત્રણ અને એક ભાજપના ધારાસભ્યના કોરોના ટેસ્ટના રિપોર્ટ પોઝીટીવ આવ્યા. કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, વ્યારાના ધારાસભ્ય પુનાભાઈ ગામિત અને ધારીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો […]
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર પૂર્વે ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારને 21 સપ્ટેમ્બરથી શરુ થઈ રહ્યું છે. ધારાસભ્યોના કરાયેલા કોરોના ટેસ્ટમાં કોંગ્રેસના ત્રણ અને એક ભાજપના ધારાસભ્યના કોરોના ટેસ્ટના રિપોર્ટ પોઝીટીવ આવ્યા. કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, વ્યારાના ધારાસભ્ય પુનાભાઈ ગામિત અને ધારીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ પટેલનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ધારીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને એક વાર ટેસ્ટીગમાં સંતોષ ના થતા, બીજીવાર ટેસ્ટ કરાવતા તેમા પણ તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોનાના રિપોર્ટ બે વાર પોઝીટીવ આવ્યા હોવા છતા, વિરજી ઠુમ્મર સંતુષ્ઠ ના થતા RTPCR ટેસ્ટ કરાવવા ગયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો