Gujarat : કથળેલી કોંગ્રેસ પક્ષમાં નવા પ્રાણ ફૂંકવા મેદાને, રાજ્યમાં ‘હાથ સે હાથ’ જોડો યાત્રાનું કરશે આયોજન

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાતમાં પડકારો સામે અમે સજ્જ છીએ. આગામી 2 દિવસમાં યાત્રાના આયોજન માટેની બેઠકો પૂર્ણ કરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 7:58 AM

આગામી દિવસોમાં કોંગ્રેસ રાજ્યમાં ‘હાથ સે હાથ’ જોડો યાત્રાનું આયોજન કરશે ગામડાઓના લોકો સુધી પહોંચવા અને પક્ષમાં નવા પ્રાણ ફૂંકવા કોંગ્રેસ નવા આયોજન સાથે મેદાને આવી છે. ગઈ કાલે 138 મા સ્થાપના દિવસે કોંગ્રેસે, ગુજરાતમાં યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાતમાં પડકારો સામે અમે સજ્જ છીએ. આગામી 2 દિવસમાં યાત્રાના આયોજન માટેની બેઠકો પૂર્ણ કરાશે. સાથે જ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી યાત્રાઓના આયોજનને લઈ તાલુકાઓમાં બેઠક યોજાશે.

ગુજરાતમાં પડકારો સામે અમે સજ્જ છીએ- જગદીશ ઠાકોર

ગઈ કાલે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ત્રિરંગો ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં સોનિયા-રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. તો કાર્યક્રમમાં હાજર નેતાઓને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને વ્યાપક બનાવવા માટે યુવાઓ, મહિલાઓ અને બુદ્દિજીવિઓને જોડવા પડશે. આ સાથે જ તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી દેશમાં રહેલા કરોડો કાર્યકર્તાઓને સંજીવની મળી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">