VIDEO: કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવારોની આજે જાહેરાત થાય તેવી શક્યતા, ગુજરાતમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના નામની ચર્ચા

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે બે ઉમેદવારોના નામો જાહેર કરી દીધાં છે ત્યારે કોંગ્રેસ આજે મોડી સાંજ સુધીમાં પોતાના બે ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે. કોંગ્રેસ તરફથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના નામ ચર્ચામાં છે. આ ઉપરાંત વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીને પણ ફરી એકવાર રાજ્યસભામાં તક મળી શકે છે.   Web Stories […]

VIDEO: કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવારોની આજે જાહેરાત થાય તેવી શક્યતા, ગુજરાતમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના નામની ચર્ચા
Follow Us:
| Updated on: Mar 12, 2020 | 5:25 AM

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે બે ઉમેદવારોના નામો જાહેર કરી દીધાં છે ત્યારે કોંગ્રેસ આજે મોડી સાંજ સુધીમાં પોતાના બે ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે. કોંગ્રેસ તરફથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના નામ ચર્ચામાં છે. આ ઉપરાંત વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીને પણ ફરી એકવાર રાજ્યસભામાં તક મળી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે રાજ્યસભાની ટીકિટ માટે છેલ્લી ઘડી સુધી કોંગ્રેસી નેતાઓ લોબિંગ કરી રહ્યાં છે. હવે હાઈકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળશે તેના પર સૌની નજર મંડાઈ છે. ગુજરાત કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોએ કોઈ પાટીદાર નેતાને રાજ્યસભામાં મોકલવાની માગ કરી છે. ત્યારે કોઈ નવા પાટીદાર નેતાનું નામ પણ જાહેર થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે ભરત સોલંકીએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ ઉપાડી હતી. આ ઉપરાંત બુધવારે સાંજે અમદાવાદના એસજી હાઈવે પરના એક ફાર્મ હાઉસમાં પોતાના સમર્થકો-ધારાસભ્યોની ખાનગી બેઠક પણ બોલાવી હતી. આ બેઠક થકી ભરત સોલંકીએ ટીકિટ મેળવવા હાઈકમાન્ડ પર દબાણ કર્યુ હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમરેલી APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદી-જુદી APMCમાં અન્ય પાકોના ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">