હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં ઠંડીનો ચમકારો, આગામી 48 કલાક સુધી ઠંડા પવન ફૂંકાવાની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં ઠંડીનો ચમકારો, આગામી 48 કલાક સુધી ઠંડા પવન ફૂંકાવાની આગાહી

કચ્છમાં ઠંડીનો ચમકારો યથાવત્ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક સુધી ઠંડા પવનો ફૂકાશે. જેના કારણે ઠંડીમાં ઘટાડો થવાની હાલ પૂરતી કોઈ સંભાવના નથી. તાપમાનની વાત કરીએ તો નલિયામાં 5.6 ડિગ્રી અને ભુજમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેના કારણે કચ્છમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડા અને તાપણાનો સહારો લઈ રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

ઠંડીના કારણે ભુજના માર્ગો સૂમસામ બની ગયા છે. કાતિલ ઠંડીને પગલે લોકો જરૂર સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. ઝૂંપડાવાસીઓની હાલત આકરી ઠંડીમાં સૌથી કફોડી બની છે. તો નિત્યક્રમ મુજબ વહેલી સવારે ચાલવા નીકળતા સિનિયર સિટિઝનની હાજરી પણ પાંખી જોવા મળી હતી. બીજીતરફ કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓએ પણ આકરી ઠંડી અનુભવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati