VIDEO: રાજ્યમાં ફરીથી પડશે વરસાદ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવ્યો પલટો

ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઇ છે. બીજી બાજુ વરસાદ હજુ પણ રાજ્યમાંથી જવાનું નામ લઈ રહ્યો નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના, બે કબૂતરોએ વિમાનમાં મચાવ્યું તોફાન Web Stories View more […]

VIDEO: રાજ્યમાં ફરીથી પડશે વરસાદ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવ્યો પલટો
Follow Us:
| Updated on: Feb 29, 2020 | 5:02 AM

ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઇ છે. બીજી બાજુ વરસાદ હજુ પણ રાજ્યમાંથી જવાનું નામ લઈ રહ્યો નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના, બે કબૂતરોએ વિમાનમાં મચાવ્યું તોફાન

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે દિવસભર અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની માહિતિ અનુસાર સુરત, વડોદરામાં સામાન્ય વરસાદની શક્યતા દેખાડવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અફઘાનિસ્તાન પર સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નીચે રાજ્યના વાતાવરણમાં શુક્રવારે બપોર પછી પલટો આવતાં ગરમીમાં ઘટાડો થયો હતો. અમદાવાદ સહીત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, શનિવારે અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. માવઠાની આશંકાને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાત સહીત અનેક વિસ્તારોમાં ચાલુ વર્ષે ઘઉંનું પણ વિપુલ વાવેતર કરવામાં આવ્યું છે ત્યાં પણ માવઠું થાય તો વ્યાપક નુકસાન પહોંચશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ખેડૂતો માવઠાની સ્થિતિને લઈ ચિંતિત જોવા મળી રહ્યા છે અને આકાશ સ્વચ્છ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">