છેલ્લી 5 મેચોથી ચાલી આવી રહ્યો છે ભારતીય ટીમનો આ સીલસીલો, અસરકારક નથી નિવડતા બોલરો

ભારતીય ટીમ અને યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે સિડનીમાં ત્રણ મેચોની વન ડે સીરીઝની બીજી મેચ રમાઈ. સતત બીજી મેચમાં પણ જોવા મળી રહ્યુ છે કે, ભારતીય બોલરો સંઘર્ષની સ્થિતીમાં છે. કહી શકાય કે અસરકારક ભૂમિકામાં નિવડી રહ્યા નથી. તો વળી તેની સામે ઓસ્ટ્રેલીયાની ટીમના ઓપનર બેટ્સમેનો આરોન ફીંચ અને ડેવિડ વોર્નર પણ અસરદાર ભૂમિકામાં જોવા […]

છેલ્લી 5 મેચોથી ચાલી આવી રહ્યો છે ભારતીય ટીમનો આ સીલસીલો, અસરકારક નથી નિવડતા બોલરો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 29, 2020 | 5:38 PM

ભારતીય ટીમ અને યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે સિડનીમાં ત્રણ મેચોની વન ડે સીરીઝની બીજી મેચ રમાઈ. સતત બીજી મેચમાં પણ જોવા મળી રહ્યુ છે કે, ભારતીય બોલરો સંઘર્ષની સ્થિતીમાં છે. કહી શકાય કે અસરકારક ભૂમિકામાં નિવડી રહ્યા નથી. તો વળી તેની સામે ઓસ્ટ્રેલીયાની ટીમના ઓપનર બેટ્સમેનો આરોન ફીંચ અને ડેવિડ વોર્નર પણ અસરદાર ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. હકીકતમાં ભારતીય ટીમનો પાછલી પાંચ મેચથી ચાલી આવતા સીલસીલો અટકવાનું નામ નથી લેતો. ભારતીય ટીમ પાછલી પાંચ મેચોમાં 10 ઓવર સુધીના પાવર પ્લેમાં એક પણ વિકેટ હાંસલ કરી શકતી નથી. હેરાન કરવાવાળી વાત એ છે કે, પાછળની ચાર મેચ ભારતીય ટીમ હારી ચુકી છે. ભારતીય ટીમના ત્રણ બોલરના ત્રણ બોલરોએ ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ 10 ઓવર બોલીંગ કરી હતી. પરંતુ કોઈપણ બોલરને સફળતા વિકેટને લઈને મળી શકી નથી.

Cheli 5 match thi chali aavi rahyo che bhartiya team no aa silsilo asarkarak nathi nivadta bowler

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જસપ્રિત બુમરાહ, મહંમદ શામી અને નવદિપ સૈની ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન આરોન ફીંચ અને ડેવિડ વોર્નરને પ્રથમ પાવર પ્લેમાં એક પણ વાર બીટ નથી કરી શક્યા. સતત ત્રણ વન ડે મેચોમાં ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય ટીમ સાથે આવુ થયુ હતુ અને ટીમ ત્રણેય મેચ હારી ગયુ હતુ. કારણ કે ન્યુઝીલેન્ડની ટીમ બેટ્સમેનઓએ પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ન્યુઝીલેન્ડ સામે ફેબ્રુઆરીમાં ત્રણ વન ડે મેચોની સીરીઝમાં સુપડા સાફ કરાવનારી ભારતીય ક્રિકેટ ટીમે આ સીરીઝમાં પણ આ કાર્યને જારી રાખ્યુ છે. સીરીઝની પ્રથમ મેચમાં પણ આવી જ રીતે 51 રન પ્રથમ 10 ઓવરમાં લુંટાવી દીધા, બદલામાં વિકેટ એકપણ ના મળી શકી. આમ પ્રથમ વન ડે માં પણ ભારતે હાર મેળવી હતી. રહી વાત બીજી મેચની જેમાં ફણ ભારતે 59 રન લુટાવી દીધા અને 10 ઓવરમાં એકેય વિકેટ ના ઝડપી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">