(Delhi) નોઈડાનો એક વ્લોગર (Vlogger) તેના પાલતું શ્વાન (Pet Dog) સાથે કેદારનાથ મંદિરે દર્શન કરવા માટે ગયો હતો . જોકે શ્વાન સાથે મંદિરના દર્શન કરવા બદલ તે હવે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. વ્લોગરે તેના પર પૂજારી પાસે સિંદૂરનું તિલક પણ લગાવડાયું હતું. આ વ્લોગર, જેની ઓળખ 33 વર્ષીય વિકાસ ત્યાગી તરીકે થઈ હતી, તે ચાલી રહેલી ચાર ધામ યાત્રા દરમિયાન કેદારનાથ તીર્થ પર તેના પેટ ડોગ હસ્કી લઈને ગયો હતો. આ બ્લોગરે ઇન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયો મૂક્યો છે જેમાં શ્વાન બોલી રહ્યું હોય તે રીતે આખી વાત લખવામાં આવી છે. જેમાં શ્વાન પોતાને નવાબ કહે છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં શ્વાન નંદી પાસેથી આશીર્વાદ માંગતો જોવા મળે છે. વીડિયોમાં શ્વાન તેના પંજા વડે મૂર્તિને સ્પર્શ કરતો જોઈ શકાય છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા આ વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, “હેલો ઓલ હું નવાબ (ડોગ) છું અને હવે હું 4.5 વર્ષનો છું. હું ગર્વથી કહી શકું છું કે મેં 4 વર્ષમાં જેટલી મુસાફરી કરી છે, તેટલી ઉંમરે એક વ્યક્તિ 70 ની મુસાફરી કરી શકશે નહીં. અને આ બધું એટલા માટે થયું કારણ કે મારા માતા-પિતા મને દરેક જગ્યાએ લઈ જાય છે. તેથી તમારા બધા પાલતું માતા-પિતાને મારી વિનંતી છે. જ્યારે તમે તમારા ફરના બાળકને આદર આપો છો, તો ફક્ત સામેની વ્યક્તિ જ તમારું સન્માન કરશે. એવું નથી કે મારા માતા-પિતાને તેમની સાથે લઈ જવાથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પરંતુ મારા માતા-પિતા તે સમસ્યા સામે લડે છે પરંતુ હંમેશાં મને સાથે લઈ જાય છે.” આ વીડિયોની બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે.
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ હવે ભક્ત સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. કમિટીના સીઈઓ દ્વારા તેના પ્રમુખ અજેન્દ્ર અજયના કહેવા પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે અને વાયરલ વીડિયોથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું કહીને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
અંગ્રેજી અખબારના અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “કરોડો લોકો બાબા કેદારનાથમાં આસ્થા ધરાવે છે, યુટ્યુબર્સ અને વ્લોગર્સ દ્વારા આવી પ્રવૃત્તિઓથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આ લોકોમાં કોઈ ભક્તિ નથી, તેઓ અહીં માત્ર બોલિવૂડ ગીતો સાથે રીલ અને વીડિયો શૂટ કરવા માટે આવે છે.