અમદાવાદમાં ચાંદલોડિયા બન્યુ કોરોના હોટસ્પોટ, AMC દ્વારા યોગ્ય કામગીરી નહી થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Chandlodia Banyu Korona hotspot in Ahmedabad

અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર કોરોનાનો હોટસ્પોટ વિસ્તાર બન્યો છે. ચાંદલોડિયા વિસ્તારની અનેક સોસાયટીઓ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમા આવી ગઈ છે. આમ છતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, સેનિટાઈઝેશન સહીતની યોગ્ય કામગીરી, નહી કરાઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ મુકી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં 45થી વધુ સોસાયટીઓને સ્થાનિકોએ જાતે જ સેનિટાઈઝ કરી છે. ચાંદલોડિયા વિસ્તારના નાગરિકો સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉભા કર્યા છે. ચાંદલોડિયા વિસ્તારના શ્રીફળ એપાર્ટમેન્ટમાં 22 કેસ, વંદેમાતરમ સિટીમાં 47 કેસ, પુષ્પરાજ રેસીડન્સીમાં 15 કેસ નોંધાયા છે. નિર્માણ કોમ્પલેક્ષમાં 21 કેસ, શ્રી દર્શન એપાર્ટમેન્ટમા 17 કેસ, દેવનંદન પ્લેટીનમમા 29 કેસ, સિલ્વરસ્ટાર એપાર્ટમેન્ટમાં 12 કેસ નોંધાયા છે.

READ  Two electrocuted while flying kite in Bahuchraji, Mehsana - Tv9 Gujarati

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments