ચેમ્બર ઓફ કોમર્સની મહિલાઓને દિવાળી ભેટ, કુશળ કારીગરી ધરાવતી બહેનો માટે રાખશે એક્ઝિબિશન

ચેમ્બર ઓફ કોમર્સની મહિલાઓને દિવાળી ભેટ, કુશળ કારીગરી ધરાવતી બહેનો માટે રાખશે એક્ઝિબિશન

6 મહિના કરતા પણ વધુ સમય ચાલેલા લોકડાઉન અને કોરોનાના કારણે લોકોની રોજગારી પર અસર પડી છે. ઘણા લોકોને નાસીપાસ થઈને અઘટિત પગલાં ભરવાનો પણ સમય આવ્યો હતો. સૌથી મોટી અસર લોકોના નોકરી ધંધા અને રોજગારી પર પડી છે. જેનાં લીધે ઘણા લોકોને પરિવારનું ઘર પરિવારનું ગુજરાન ચલાવવાનો પણ મુશ્કેલ પડ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત યોજના જાહેર કરાઈ છે. લોકોને બીજા પર નિર્ભર ના રહીને આત્મનિર્ભર બનીને પોતાના પગ પર ઉભા રહીને બતાવવાની હાકલ કરવામાં આવી છે.

Chamber of commerce ni mahilao ne diwali bhet kushal karigari dharavti behno mate rakshe exibition

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે સુરતના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીનો સમય આવી રહ્યો છે. ત્યારે જે બહેનો પોતાની કળા અને આવડતથી કંઈક કરી બતાવવાની ધગશ રાખે છે. તેમને સ્વનિર્ભર અને પગભર કરવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Chamber of commerce ni mahilao ne diwali bhet kushal karigari dharavti behno mate rakshe exibition

દિવાળી સંદર્ભની વસ્તુઓ બનાવી શકતી મહિલાઓને આ માટે એક્ઝિબિશનનું આયોજન આગામી દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાથ ધરવામાં આવશે. પોતાની આવડતથી દિવડા, તોરણ અથવા દિવાળીને ડેકોરેશનની કોઈપણ પ્રકારની વસ્તુઓ બનાવી શકતી બહેનોને એક્ઝિબિશનમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સની જાહેરાત બાદ બે દિવસમાં 40 કરતાં વધુ બહેનોએ આ માટે પોતાની તૈયારી બતાવી છે. એટલે કે ખૂબ જ સફળ પ્રતિભાવ ચેમ્બર ઓફ કોમર્સના આ પહેલને મળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati