જામનગર હાઈવે પર અકસ્માતમાં પાંચ લોકોના મોત, કાલાવડ-ધોરાજી હાઈ-વે પરની ઘટના
જામનગર હાઈવે પર અકસ્માતમાં પાંચ લોકો મોતને ભેટ્યા છે. કાલાવડ-ધોરાજી હાઈવે પરની ઘટના છે. જ્યાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. ભયંકર અકસ્માતના કારણે ટ્રાફક જામ પણ સર્જાયો હતો. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તમામ કાર્યવાહી હાથ […]
જામનગર હાઈવે પર અકસ્માતમાં પાંચ લોકો મોતને ભેટ્યા છે. કાલાવડ-ધોરાજી હાઈવે પરની ઘટના છે. જ્યાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. ભયંકર અકસ્માતના કારણે ટ્રાફક જામ પણ સર્જાયો હતો. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તમામ કાર્યવાહી હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને સ્થાનિક લોકોએ તુરંત સારવાર માટે ખસેડ્યા હતા.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો