29મી ડિસેમ્બરથી તમારી ટીવી સ્ક્રીન થઈ શકે છે બ્લેક આઉટ, આ છે કારણ

29મી ડિસેમ્બરથી તમારી ટીવી બ્લેક આઉટ થઈ જશે. કેમ કે, ટ્રાઇ (TRAI) એટલે કે, ટેલિકોમ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના નિર્ણય સામે રાજ્યભરના કેબલ ઑપરેટરો લડી લેવાના મૂડમાં છે. ટ્રાઈના નિર્ણયથી ગ્રાહકોને મોટું નુકસાન તો થશે જ સાથે કેબલ ઓપરેટરના કમિશનમાં પણ ઘટાડો થવાની આશંકાઓ સેવાઈ રહી છે. જેને પગલે દેશભરના કેબલ ઓપરેટરોની અમદાવાદના ટાગોર હોલમાં મિટીંગ […]

29મી ડિસેમ્બરથી તમારી ટીવી સ્ક્રીન થઈ શકે છે બ્લેક આઉટ, આ છે કારણ
Cable operators to go on strike against TRAI's new rule
Pratik jadav

| Edited By: Anjleena Macwan

Dec 22, 2018 | 1:34 PM

29મી ડિસેમ્બરથી તમારી ટીવી બ્લેક આઉટ થઈ જશે. કેમ કે, ટ્રાઇ (TRAI) એટલે કે, ટેલિકોમ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના નિર્ણય સામે રાજ્યભરના કેબલ ઑપરેટરો લડી લેવાના મૂડમાં છે. ટ્રાઈના નિર્ણયથી ગ્રાહકોને મોટું નુકસાન તો થશે જ સાથે કેબલ ઓપરેટરના કમિશનમાં પણ ઘટાડો થવાની આશંકાઓ સેવાઈ રહી છે. જેને પગલે દેશભરના કેબલ ઓપરેટરોની અમદાવાદના ટાગોર હોલમાં મિટીંગ મળી હતી. જેમાં આગામી 29મી ડિસેમ્બરથી તમામ કેબલ ઓપરેટરોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Cable operators to go on strike against TRAI's new rule

29મી ડિસેમ્બરથી રાજ્યના કેબલ ઓપરેટર એસોસિએશને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે. કેબલ ઓપરેટરોના વિરોધ પ્રદર્શનના પગલે ટીવી પર ફ્રી ચેનલ સિવાયની બધી ચેનલો બ્લેક આઉટ થઈ જશે. જો બધી ચેનલો નિહાળવી હશે તો ગ્રાહકોએ વધુ નાણા ચુકવવા પડશે. ટ્રાઈના નિર્ણયના કારણે કેબલ ઓપરેટરોમાં નારાજગી જોવા મળી રહી છે.

Cable operators to go on strike against TRAI's new rule

 

ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પ્રત્યેક ચેનલ પર પ્રતિમાસ 25થી 45 રૂપિયા લેવાનું નક્કી કર્યું છે જે આગામી 29મી ડિસેમ્બરથી આ નિર્ણય લાગુ થશે. એટલે કે, જે ગ્રાહકો અત્યારે તમામ ચેનલો 250-300 રૂપિયામાં દર મહિને નિહાળે છે તે નિહાળવા માટે બમણાથી પણ વધુ નાણા ચુકવવા પડશે. સાથે જ ગ્રાહકોએ ફ્રી ટુ એર ચેનલ જે અત્યારસુધી ફ્રી હતી તેને હવે નિહાળવા માટે 130 રૂપિયા પણ ચુકવવા પડેશે.આમ, ટ્રાઈના પે-ચેનલના નિર્ણયથી સામાન્ય વ્યક્તિનું મનોરંજનનું સાધન છીનવાશે અને ગ્રાહકોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=306]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati