બ્રાયન લારાએ ધોનીની જગ્યા લેવા માટે કે એલ રાહુલ કે ઋષભ પંતમાંથી કોને ગણાવ્યા યોગ્ય

એક જમાનાના દિગ્ગજ અને વેસ્ટઇન્ડીઝના પુર્વ ક્રિકેટર બ્રાયન લારાએ કહ્યુ છે કે, કેએલ રાહુલને વિકેટકીપીંગની જવાબદારી નહી આપવી જોઇએ. તેના બદલે બહેતરીન બેટ્સમેન રાહુલને બેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે જવાબદારી સોંપવી જોઇએ. લારાનુ આ સાથે એમ પણ માનવુ છે કે, ઋષભ પંત પણ પાછળના એક વર્ષમાં ખુબ પરીપક્વ થયો છે. તે ભારતનો નંબર એક […]

બ્રાયન લારાએ ધોનીની જગ્યા લેવા માટે કે એલ રાહુલ કે ઋષભ પંતમાંથી કોને ગણાવ્યા યોગ્ય
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 08, 2020 | 8:06 AM

એક જમાનાના દિગ્ગજ અને વેસ્ટઇન્ડીઝના પુર્વ ક્રિકેટર બ્રાયન લારાએ કહ્યુ છે કે, કેએલ રાહુલને વિકેટકીપીંગની જવાબદારી નહી આપવી જોઇએ. તેના બદલે બહેતરીન બેટ્સમેન રાહુલને બેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે જવાબદારી સોંપવી જોઇએ. લારાનુ આ સાથે એમ પણ માનવુ છે કે, ઋષભ પંત પણ પાછળના એક વર્ષમાં ખુબ પરીપક્વ થયો છે. તે ભારતનો નંબર એક વિકેટકિપર અને બેટ્સમેન તરીકે તેના નામ પર વિચાર કરવો જોઇએ.

રાહુલે ઓસ્ટ્રેલીયા સામે ની સીમિત ઓવરોની સીરીઝમાં અને આ વર્ષની શરુઆતમાં, ન્યુઝીલેન્ડ સામેના પ્રવાસમાં પણ વિકેટકીપર તરીકે સારુ પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમે રાહુલની બેટીંગને લઇને પણ ક્રમની બાબતે પ્રયોગ કર્યો હતો જેમાં તે ખરો ઉતર્યો હતો. લારાએ એક સ્પોર્ટસ ચેનલના કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, સૌથી પહેલા તો એમ કહીશ કે જ્યારે વિકેટકીપીંગની વાત આવે છે, તો રાહુલ પર વિકેટકીપીંગ નો ભાર નહી નાંખવો જોઇએ.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

વધુમાં કહ્યુ હતુ કે, રાહુલ એક બહેતરીન ખેલાડી છે. મને લાગે છે તેણે બેટીંગમાં ધ્યાન કેન્દ્રીંત કરવુ જોઇએ અને મોટા સ્કોર બનાવવા માટે પ્રયાસ કરવો જોઇએ. રાહુલે ટી-20 લીગમાં અત્યાર સુધીની પાંચ મેચોમાં એક શતક અને બે અર્ધ શતક સાથે 302 રન કર્યા છે. પંતને મહેન્દ્રસિંહ ધોનીના ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે. જોકે તેણે કેરીયરની શરુઆતમાં એક નબળા વિકેટકીપર તરીકે આલોચના સહન કરવી પડી હતી. જોકે લારાનુ માનવુ છે કે, લીગમાં તેણે 171 રન બનાવ્યા છે. આ યુવા ક્રિકેટર છેલ્લા એક વર્ષમાં પરીપક્વ થયો છે અને દિલ્હી કેપીટલ્સ તરફ થી રમતા તે વધુ જવાબદારી સ્વિકારતો થયો છે.

તેમણે કહ્યુ હતુ કે, ઋષભ પંત ને એક વર્ષ પહેલા હું આમ ન કહેતો, જોકે મને લાગે છે કે એક બેટ્સમેનના રુપમાં તેણે પોતાની જવાબદારી સમજી હતી. તે દિલ્હી કેપીટલ્સ તરફ થી જે રીતે રમી રહ્યો છે, તે જોતા એમ લાગી રહ્યુ છે કે તે પોતાની જવાબદારીઓને પણ સમજે છે. તે રન બનાવે છે અને બનાવવા પણ માંગે છે. તે તેની ઇંનીંગ્સને પણ શ્રેષ્ઠ કરવા પણ પ્રયાસ કરે છે. જો તે આમ જ કરવા માંગે છે તો તે નંબર વન થવો જોઇએ.

સંજુ સૈમસન ને લઇને બ્રાયન લારાએ કહ્યુ હતુ કે, 25 વર્ષના ક્રિકેટરે હજુ થોડો સુધાર કરવાની જરુર છે. સૈમસન રાજસ્થાન તરફ થી વિકેટકીપીંગ કરવાની જવાબદારી નથી નિભાવતો, પણ હુ માનુ છુ કે તે એમ કરી શકે છે. આ તેનુ મુખ્ય કામ છે. તે એક સારો ખેલાડી છે અને શારજાહમાં તેણે સારી રમત દાખવી છે. મને લાગે છે કે, સારા બોલીંગ આક્રમણ અને જીવંત વિકેટ પર તેની ટેકનીકમાં થોડી ખામી છે. ધોનીએ આ વર્ષે ઓગષ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લીધો છે. તેણે ભારત તરફ થી 90 ટેસ્ટ અને 350 વન ડે અને 98 ટી-20 મેચ રમી છે.

આ પણ વાંચોઃT-20 League: દિગ્ગજોને મુંઝવી નાખનાર અક્ષર પટેલ સાબિત થઈ રહ્યો છે કિફાયતી બોલર, સિઝનમાં 84 બોલમાં આપ્યા છે માત્ર 64 રન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">