બ્રેઈનડેડ યુવકના સંબંધીઓએ અંગદાનના નિર્ણયે ચાર વ્યક્તિને આપ્યું નવજીવન, હવે ચાર લોકોમાં રહેશે જીવંત

બ્રેઈનડેડ યુવકના સંબંધીઓએ અંગદાનના નિર્ણયે ચાર વ્યક્તિને આપ્યું નવજીવન, હવે ચાર લોકોમાં રહેશે જીવંત
બ્રેઈનડેડ યુવકના સંબંધીઓએ અંગદાનના નિર્ણયે ચાર વ્યક્તિને આપ્યું નવજીવન, હવે ચાર લોકોમાં રહેશે જીવંત


બ્રેઈનડેડ યુવકના સંબંધીઓએ અંગદાનનો નિર્ણય લેતા ચાર વ્યક્તિઓની નવજીવનની ભેટ મળી છે. મૃતક યુવક પાસેથી બે કિડની, એક લિવર, સ્વાદુપિંડ અને હૃદયનું એમ ચાર અંગોનું દાન મેળવવામાં આવ્યું હતુ અને આ અંગોને ચાર વ્યક્તિઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે,  ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આ અંગે માહિતિ પુરી પાડવામાં આવી હતી.

19 વર્ષીય કેવલ ભાઇલાલભાઇ પટેલ તેમના માતાપિતાનું એકમાત્ર સંતાન હતા અને સિટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. દિકરાને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ માતાપિતાએ તેમના દિકરાના અંગોનું દાન કરવાનો નિર્ણય લેતા અંગોનાં દાન માટે બ્રેઈનડેડ યુવાનને આઇકેડીઆરસી ખાતે લાવવામાં આવ્યો હતો.

આઇકેડીઆરસીઆઇટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે માતાપિતા સાથે કાઉન્સેલિંગ કર્યું અને તેમને જણાવ્યું કે ગ્લાસગ્વો પરીક્ષણમાં નક્કી કરાયેલી શરતો મુજબ તે મગજથી મૃત હોવાથી તેના જીવંત થવાની કોઇ સંભાવના નથી અને ત્યારબાદ પરિવાર પાસેથી તેના અંગદાન માટે પરવાનગી લઈ લેવામાં આવી હતી.

કેવલ પટેલ ધાંગ્રધા જઇ રહ્યો હતો ત્યારે એક ટ્રક તેની બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતોકેવલે ગાંધીનગર ખાતે આવેલી એક કોલેજમાં બેચલર ઑફ સાયન્સના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ લૉકડાઉન લાગૂ કરાયા બાદ તે સુરેન્દ્રનગર જિલ્લાના સરવાલ ગામે પોતાના માતાપિતા પાસે રહેવા ગયો હતો. તેના સગાસંબંધીઓ અને માતાપિતા અંગ દાનના મહત્વને સમજતા હતા અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમના પુત્રના અંગોના દાન થકી તે ચાર જુદીજુદી વ્યક્તિઓમાં જિવંત રહેશે., તેમ ડૉ. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati