T-20: બોલીંગ જ નહી પણ ભવિષ્યવાણી કરવાને લઇને પણ ચર્ચાવા લાગ્યો છે જોફ્રા આર્ચર, ગેઇલને 99 પર આઉટ કરવાને લઇને પણ ચર્ચા

ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર ટી-20 લીગમાં યુએઇમાં રમાઇ રહેલી 13 મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ વતી થી રમી રહ્યો છે. જોફ્રા આર્ચર તેની બોલીંગ ઉપરાંત પણ તે  ભવિષ્ય વાણી કરવાને લઇને પણ જાણીતો છે. વિશ્વના મોટે ભાગે કોઇના કોઇ મુદ્દાઓને લઇને જોફ્રા કોઇને કોઇ ટ્વીટ કરે છે અને તે વાયરલ થઇ જાય છે. કિંગ્સ ઇલેવન […]

T-20: બોલીંગ જ નહી પણ ભવિષ્યવાણી કરવાને લઇને પણ ચર્ચાવા લાગ્યો છે જોફ્રા આર્ચર, ગેઇલને 99 પર આઉટ કરવાને લઇને પણ ચર્ચા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 31, 2020 | 4:18 PM

ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર ટી-20 લીગમાં યુએઇમાં રમાઇ રહેલી 13 મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ વતી થી રમી રહ્યો છે. જોફ્રા આર્ચર તેની બોલીંગ ઉપરાંત પણ તે  ભવિષ્ય વાણી કરવાને લઇને પણ જાણીતો છે. વિશ્વના મોટે ભાગે કોઇના કોઇ મુદ્દાઓને લઇને જોફ્રા કોઇને કોઇ ટ્વીટ કરે છે અને તે વાયરલ થઇ જાય છે. કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શુક્રવારે રમાયેલી મેચને લઇને જોવામાં મળ્યો છે જે હવે ખુબ વાયરલ થવા લાગ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાન પર આવી હતી. ચાર વિકેટ ખોઇને ટીમે 185 રનનો સ્કોર પણ ખડક્યો હતો. પંજાબ માટે ત્રીજા નંબરે બેટીંગ માટે મેદાનમાં ઉતરેલા યુનિવર્સ બોસ એટલે કે ક્રિસ ગેઇલે 99 રનોની સુંદર રમત રમી હતી. જેમાં તેણે છ ચોગ્ગા અને આઠ છગ્ગા લગાવ્યા હતા. પરંતુ બસ એક રન માટે તે પોતાનુ શતક ચુકી ગયો હતો, તે જોફ્રા આર્ચરના બોલ પર ક્લિન બોલ્ડ થઇ ગયો હતો. જોકે વાત ફક્ત આટલી જ નથી, આર્ચરે સાત વર્ષ પહેલા જ આવી ભવિષ્યવાણી કરી હતી. જે મુજબ તે બોલીંગ કરી રહ્યો હતો અને તે જાણતો હતો કે બેટ્સમેન તેનુ શતક પુરુ નહી કરી શકે.

ક્રિસ ગેઇલ  99 રન પર આઉટ થવાને લઇને તેના સંબંધિત જોફ્રા આર્ચરનુ ટ્વીટ હવે વાયરલ થવા લાગ્યુ છે. સાત વર્ષ પહેલા 2013 ના વર્ષમાં આર્ચરે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, હું જાણતો હતો કે હું બોલીંગ કરતો હોઉ તો તે શતક પુરુ નહી કરી શકે. જોફ્ા નુ આ ટ્વીટ હવે ક્રિસ ગેઇલના 99 રન પર આઉટ થવાને લઇને અને શતક ચુકવાને લઇને જોડી દઇ જોવામાં આવી રહ્યુ છે.

આમ પણ જોફ્રા આર્ચર ટી-20 લીગમાં હાલની સિઝનમાં જબરદસ્ત બોલીંગ કરતો નજર આવી રહ્યો છે. જોફ્રા આર્ચરે સિઝનની 13 મી મેચમાં અત્યાર સુધીમાં 19 વિકેટ ઝડપી છે. જે સિઝનમાં સર્વાધીક વિકેટો મેળવવાની યાદીમાં કાગીસો રબાડા, જસપ્રિત બુમરાહ, મહમંદ શામી પછી ચોથા નંબર પર સ્થાન ધરાવે છે. એટલે સુધી કે ટોપ પાંચ બોલરોમાં તેમનો ઇકોનોમી રેટ સૌથી વધુ સારી 6.69 નો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો


Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">