બોલીવુડ ડ્રગ્સ કેસઃ સ્પેશીયલ કોર્ટે કહ્યુ, વ્હોટસએપ ચેટ થી કોઇ ડ્રગ્સ પેડલર સાબિત થતુ નથી

બોલીવુડ ડ્રગ્સ કેસઃ સ્પેશીયલ કોર્ટે કહ્યુ, વ્હોટસએપ ચેટ થી કોઇ ડ્રગ્સ પેડલર સાબિત થતુ નથી

બોલીવુડ એકટર અર્જુન રામપાલની પાર્ટનર ગ્રેબિયાલાના ભાઇ એટલે કે ઓસ્ટ્રેલીયાઇ નાગરિક પોલ બારટેલ્સની એનસીબીએ ધરપકડ કરી હતી. ગત 12, મી નવેમ્બરે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બારટેલ્સની ધરપકડ કરી હતી. નારકોટીકસ ડ્રગ અને સાઇકોટ્રોપિક સબ્સટેંસ એટલે કે NDPS એક્ટ હેઠળ તેના પર ડ્રગ સપ્લાય કરવાનો આરોપ લગાવાયો હતો. તે બોલીવુડના કેટલાક સિતારાઓને ડ્રગ સપ્લાય કરતો હોવાના આરોપમાં હતો. હવે મુંબઇની સ્પેશીયલ કોર્ટે તેને જામીન આપી દીધા છે. કોર્ટનુ કહેવુ છે કે માત્ર વ્હોટસેપ ચેટ ના આધાર પર એ વાત સાબિત ના કરી શકાય કે તે ડ્રગ પેડલર છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની જુન માસમાં મોત થવાના બાદ બોલીવુડમાં ડ્રગના ઉપયોગ ના મામલે તપાસ એનસીબીએ હાથ ધરી હતી. એનસીબીએ આ મહિનાની શરુઆતમાં અર્જુન રામપાલથી પણ પુછપરછ કરી હતી.

સ્પેશીયલ એનડીપીએસ કોર્ટે કહ્યુ હતુ કે બારટેલ્સની સામે એનસીબીની પાસે કોઇ ચોક્કસ પુરાવા અને સાબિતી નથી. બારટેલ્સની તરફ થી કોર્ટમાં ઉપસ્થિત સીનીયર વકિલ આબાદ પોંડા અને વકીલ સુભાષ જાદવએ દલીલ કરી હતી. વકીલોએ દલીલ કરી હતી કે એનસીબીને તેમના ઘરની 11 નવેમ્બરે તલાશી લીધી હતી જેમાં તેમને કોઇ પણ પ્રકારની આપત્તિજનક ચિજ મળી નહોતી. બારટેલ્સ પર આરોપ છે કે, તેણે એગિસિલાઓસ ડેમેટ્રિડસ નામના શખ્શ સાથે મળીને ડ્રગ્સ ખરીદવાની સાજીશ કરી હતી.

જસ્ટિસ એચએસ સતભાઇએ પોતાના આદેશમાં કહ્યુ હતુ કે, બતાવવામાં આવ્યુ છે કે બારટેલ્સની સામે આરોપ લાગ્યો છે તે, સહઆરોપીઓ એગિસિલાઓસ ડેમેટ્રિડસ અને નિખિલ સલ્દાન્હા અને એક આરોપી સાથે કેટલાક મેસેજ ચેટને આધારીત છે. કોર્ટે કહ્યુ હતુ કે, આ તથ્યોને ધ્યાનમાં રાખતા સહ આરોપીઓ સાથે વ્હોટસએપ મેસેજ સિવાય આરોપીઓ થી વિરોધાભાસી સામગ્રી નળી નથી. વ્હોટસએપ ચેટ આરોપીઓને પેડલર કે સપ્લાયર સાબિત કરવા માટે પર્યાપ્ત નથી. એટલા માટે જામીન નામંજૂર કરવા એ હિતાવહ નથી.

કોર્ટે વધુમાં એમ પણ કહ્યુ હતુ કે, જો ભવિષ્યમાં એનસીબી કોઇ પણ પ્રકારના ઠોસ પ્રકારની સામગ્રી એકત્રીત કરે છે, કે જે બારટેલ્સની ભુમીકા એક પેડલર અથવા ડ્રગ્સની સપ્લાય કરતો હોવાના રુપને દર્શાવતો હોય તો તે વખતે પરિદ્રશ્ય અલગ હશે. જોકે હાલમાં એનસીબીએ બારટેલ્સની ધરપકડ કર્યા બાદ મેજીસ્ટ્રેટ સામે રજુ કર્યો છે, પરંતુ તેની કસ્ટડીની માંગ કરી નથી. જે પણ એ જ બતાવે છે કે, આગળની વધુ તપાસ માટે એનસીબી પાસે પર્યાપ્ત ચિજો ઉપલબ્ધ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati