ભલ-ભલાને નાચતા-ઝૂમતા કરી દેનાર RAP KING બાદશાહે કેમ કહ્યું, ‘હું બહુ નર્વસ છું’ ? કારણ જાણીને આશ્ચર્યમાં પડી જશો

ભલ-ભલાને નાચતા-ઝૂમતા કરી દેનાર RAP KING બાદશાહે કેમ કહ્યું, ‘હું બહુ નર્વસ છું’ ? કારણ જાણીને આશ્ચર્યમાં પડી જશો


અનેક હિટ ગીતો આપી ચુકેલા રૅપ કિંગનો તાજ હાસલ કરી લેનાર BADSHAH હવે એક્ટર બનવા જઈ રહ્યો છે.

બાદશાહ ટૂંક સમયમાં જ શિલ્પી દાસગુપ્તાના દિગ્દર્શન હેઠળ બનનાર ફિલ્મથી પોતાના એક્ટિંગ કૅરિયર અને બૉલીવુડમાં ડેબ્યુ કરવાનો છે. આ ફિલ્મમાં બાદશાહ સાથે સોનાક્ષી સિન્હા તથા વરુણ શર્મા મહત્વના રોલમાં હશે.

પોતાની આ ફિલ્મને લઈને બાદશાહે કહ્યું, ‘હું બહુ નર્વસ છું. હવે જ્યારે મેં આ છલાંગ લગાવી લીધી છે, ત્યારે હું પોતાનું બેસ્ટ આપીશ અને શ્રેષ્ઠ કરવાની કોશિશ કરીશ. ભૂષણ જી (પ્રોડ્યુસર ભૂષણ કુમાર) અને મૃગ (પ્રોડ્યુસર મૃગદીપ સિંહ લાંબા) બંને જ મને ઘણા દિવસો સુધી સમજાવતા રહ્યાં કે આ રોલ મારા માટે કેટલો ફિટ છે. આ ફિલ્મ અનોખી અને હટકે છે.’

View this post on Instagram

Oh hi bollywood

A post shared by BADSHAH (@badboyshah) on

નોંધનીય છે કે આ પહેલી વાર નથી કે જ્યારે બાદશાહને એક્ટિંગની ઑફર મળી છે. આ અગાઉ બાદશાહને અક્ષય કુમાર સાથે GOOD NEWS ફિલ્મ ઑફર થઈ હતી. ગુડ ન્યૂઝ ફિલ્મમાં હવે દિલીજત દોસાંઝ કામ કરી રહ્યો છે. બાદશાહે કહ્યું કે નેટફ્લિક્સની લોકપ્રિય ફિલ્મ લવ સ્ટોરીઝમાં વિક્કી કૌશલનો રોલ પણ તેને ઑફર કરાયો હતો, પણ તેણે ઇનકાર કરી દીધો હતો.

બાદશાહ એક્ટિંગથી દૂર ભાગતો રહ્યો છે, પરંતુ હવે ફાઇનલી જ્યારે તેણે નક્કી કરી લીધું છે કે તે એક્ટિંગ કરશે, તો દર્શકોને આશા રહેશે કે બાદશાહ સિંગિંગ બાદ એક્ટિંગમાં પણ કમાલ કરી શકે છે.

[yop_poll id=1342]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati