ગોધરાના ભુરાવાવમાં ખાનગી ગોડાઉનને અજગરપાર્ક સોસાયટી દર્શાવી નકલી વોટિંગ કાર્ડ બનાવ્યા!

ગોધરાના ભુરાવાવમાં ખાનગી ગોડાઉનને અજગરપાર્ક સોસાયટી દર્શાવી નકલી વોટિંગ કાર્ડ બનાવ્યા!


પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક સોસાયટી એવી છે. જેના પુરાવા પ્રશાસન પાસે નથી અને 224 થી વધુ લોકોના નામ મતદાર યાદીમાં ચઢાવી દેતા, જાગૃત નાગરિકે આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. અને મળેલ ફરિયાદને આધારે નોંધણી અધિકારીએ આ દિશામાં તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ખાનગી ગોડાઉન આવેલું છે. જેને અજગરપાર્ક સોસાયટી તરીકે દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ અંકલેશ્વરના ભરણ ગામે ખેતરમાં રમતા 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, સારવાર સમયે નિપજ્યું મોત

જેમાં ઓરિસ્સાના 224 જેટલા પરપ્રાંતિય મતદારોના નામ દાખલ કરવામાં આવ્યા છે..જેમાં 15 થી 20 શ્રમિકો જ અજગરપાર્કમાં વસવાટ કરે છે. અને બાકીના લોકો રાજ્યના જુદા-જુદા શહેરોમાં વસવાટ કરે છે..હાલ વિવાદનો મધપુડો છંછેડાતા, કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. કે શું રાજકિય લાભ ખાંટવા માટે બોગસ મતદારયાદી ઉભી કરવામાં આવી હશે ?, શું આ દિશામાં જવાબદારો વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી થશે ?, અને સચોટ પુરાવા સામે આવ્યા બાદ, મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવશે ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati