અમદાવાદના અસારવામાં ભાજપના મહિલા કોર્પોરેટર પર હુમલો, ચમનપુરા ચાલીમાં પેવર બ્લોકની કામગીરીની સમીક્ષા માટે પહોંચ્યા હતા

અમદાવાદના અસારવામાં ભાજપના મહિલા કોર્પોરેટર પર હુમલો, ચમનપુરા ચાલીમાં પેવર બ્લોકની કામગીરીની સમીક્ષા માટે પહોંચ્યા હતા

અમદાવાદના અસારવામાં ભાજપના મહિલા કોર્પોરેટર પર હુમલો થવાની ઘટના બની. કોર્પોરેટર સુમન રાજપૂત પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. સુમન રાજપૂત શાહીબાગની ચમનપુરા ચાલીમાં પેવર બ્લોકની કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. અને ત્યારબાદ લોકોને આવતા જોઈને તે નાસી છૂટ્યો હતો. સુમન રાજપૂતને માથા અને હાથના ભાગે ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચોઃ કોન બનેંગા કરોડપતિની 11મી સિઝનમાં 1 કરોડ જીતનાર પ્રથમ સનોજ રાજને કેટલો ટેક્ષ ભરવો પડશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીજી તરફ ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી નશામાં હોવાના કારણે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati