મહારાષ્ટ્ર, ગોવા, મણીપુર, GST સહિત આ મામલે પણ ભાજપે એક જ રાતમાં બાજી પલટી દીધી હતી

મહારાષ્ટ્રની રાજનીતિમાં વિધાનસભાના પરિણામ બાદથી રોજ નવા ખેલ જોવા મળે છે. પરંતુ 23 નવેમ્બરની સવારે જે દૃશ્યો ટીવી પર જોવા મળ્યા તે, દેશની રાજનીતિમાં એક નવું પ્રકરણ હતું. NCP નેતા અજીત પવારની મદદથી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના શપથ લીધા હતા. અને એક જ રાતમાં રાજનીતિના પાંસાઓ બદલાઈ ગયા હતા. પરંતુ ભૂતકાળમાં ભાજપ આ […]

મહારાષ્ટ્ર, ગોવા, મણીપુર, GST સહિત આ મામલે પણ ભાજપે એક જ રાતમાં બાજી પલટી દીધી હતી
Follow Us:
| Updated on: Nov 24, 2019 | 9:05 AM

મહારાષ્ટ્રની રાજનીતિમાં વિધાનસભાના પરિણામ બાદથી રોજ નવા ખેલ જોવા મળે છે. પરંતુ 23 નવેમ્બરની સવારે જે દૃશ્યો ટીવી પર જોવા મળ્યા તે, દેશની રાજનીતિમાં એક નવું પ્રકરણ હતું. NCP નેતા અજીત પવારની મદદથી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના શપથ લીધા હતા. અને એક જ રાતમાં રાજનીતિના પાંસાઓ બદલાઈ ગયા હતા. પરંતુ ભૂતકાળમાં ભાજપ આ પ્રકારના અનેક નિર્ણય કરી ચૂકી છે. છેલ્લા 5 વર્ષમાં તમામ મોટા નિર્ણય અને રાજનીતિની ઘટના જોવામાં આવે તો, અડધી રાત્રે બાજી પલટવામાં ભાજપની કળા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રનો મામલો સુપ્રીમ કોર્ટમાં અટક્યોઃ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાનું નિવેદન, ફ્લોર ટેસ્ટમાં ખબર પડી જશે

મહારાષ્ટ્રમાં પણ અડધી રાત્રે થયો રાજનીતિનો ખેલ

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

મહારાષ્ટ્રની રાજનીતિમાં 22 નવેમ્બરની રાતમાં એક મોટો રાજનૈતિક પલટો જોવા મળ્યો અને સવારે ભાજપના નેતાએ મુખ્યમંત્રીની શપથ લીધી છે. જોવામાં આવે તો, 22 નવેમ્બરની સાંજ સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન બનશે તેવું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ બીજા દિવસના સૂર્યોદય સાથે મામલો કંઈક અલગ થઈ ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગોવામાં અડધી રાત્રે ભાજપે બાજી પલટી હતી

ગોવમાં પણ ભાજપની સરકાર બની તેની પહેલા અડધી રાત સુધી પોલિટિકલ ડ્રામા ચાલ્યો હતો. ગોવામાં 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. 40 ધારાસભ્યોની બેઠકવાળી વિધાનસભામાં કોંગ્રેસ પાસે 17 MLA હતા. આ સમયે સૌ કોઈને આશા હતી કે, કોંગ્રેસ સરકારમાં આવી શકે છે. પરંતુ ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરી સક્રિય બન્યા અને રાતોરાત તમામ પાંસા બદલી ગયા હતા. 13 MLA જ હોવા છતાં ભાજપે અન્ય પક્ષને સાથે લઈ સરકાર બનાવી લીધી હતી. જે બાદ કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ પ્રમોદ સાવંત ગોવાના મુખ્યપ્રધાન બન્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મણીપુરમાં પણ એક જ રાતમાં બની ભાજપની સરકાર

મણીપુરમાં પણ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. 60 બેઠકની વિધાનસભામાં કોંગ્રેસના 28 ઉમેદવારો જીત્યા હતા. તો ભાજપના માત્ર 21 ઉમેદવારો જીત્યા હતા. આંકડા જોઈને લાગતું હતું કે, કોંગ્રેસની સરકાર બની શકે છે. પરંતુ એક જ રાતમાં એવા ગણીત કરવામાં આવ્યા કે, મણીપુરમાં પ્રથમ વખત ભાજપે પોતાની સરકાર બનાવી લીધી હતી. મણીપુરમાં નાગા પીપલ્સ ફ્રન્ટના 4, નેશનલ પીપલ્સ પાર્ટીના 4 અને લોક જનશક્તિ પાર્ટીના 1, ઓલઈન્ડિયા તૂણમૂલ કોંગ્રેસના 1 અને અપક્ષ ઉમેદવારે 1 બેઠક પર જીત મેળવી હતી. અહીં પણ ભાજપે અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન દ્વારા સરકાર બનાવી હતી અને પૂર્વ ફૂટબોલ ખેલાડી બિરેન સિંહને મુખ્યમંત્રી બનાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અડધી રાત્રે સર્જીકલ સ્ટ્રાઈક

28-29 સપ્ટેમ્બર 2016ની અડધી રાત્રે ભારતીય સેનાએ POKમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. ત્યારે રક્ષા પ્રધાન તરીકે મનોહર પર્રિકર હતા. વર્ષ 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. અને દેશભરમાં પાકિસ્તાન અને આતંકીયોને સબક શીખવાડવાની માગણી ઉઠી હતી.

GST પર અડધી રાત્રે કર્યું એલાન

સમગ્ર દેશમાં 1 જુલાઈ 2017માં GST પ્રભાવમાં આવ્યું હતું. આ બિલને પાસ કરાવવા માટે મોદી સરકાર પૂરી તાકાત લગાવી દીધી હતી. જેના કારણે રાત્રીના 12 વાગ્યા પછી પણ રાજ્યસભામાં કાર્યવાહી ચાલી હતી. GST બિલ પર 5 કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. સરકારના પક્ષમાં 202 અને 13 સદસ્યોએ વિરોધમાં વોટિંગ કર્યું હતું. આઝાદી પછી ટેક્સના ક્ષેત્રમાં સૌથી મોટો સુધારો 30 જૂન 2017ની મધરાત્રીએ દેશની સંસદમાં લાગુ કરાયો હતો. જેના માટે એક સમારોહનું આયોજન પણ કરાયું હતું.

રાત્રે 8 વાગ્યે નોટબંધીનો નિર્ણય

8 નવેમ્બર 2016ના દિવસે ઐતિહાસિક નિર્ણયને કોઈ ભૂલી શકશે નહીં. આ દિવસે રાત્રે 8 વાગ્યે અચાનક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Tv પર આવ્યા અને જાહેરાત કરી કે, રાત્રે 12 વાગ્યા પછી 500 અને 1 હજારની નોટ લિગલ ટેન્ડર રહેશે નહીં. અને આ પ્રકારના નિર્ણય થશે તેવો કોઈને અંદાજો પણ નહોતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">