ભાજપ નેતા તરૂણ ચુઘે કહ્યું કે દિલ્હીને સીરિયા નહીં બનવા દઈએ, શાહીન બાગને ગણાવ્યું શેતાન બાગ

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. ભાજપે શાહીન બાગને મોટો મુદ્દો બનાવી લીધો છે અને રોજ ત્યાં બેઠેલા પ્રદર્શનકારીઓ પર હુમલો કરી રહી છે. ભાજપે રાષ્ટ્રીય સચિવ તરૂણ ચુઘે તો શાહીન બાગની તુલના ઈસ્લામિક સ્ટેટ સાથે કરી છે. તેમને ટ્વીટ કરીને કહ્યું કે ‘દિલ્હીને સીરિયા […]

ભાજપ નેતા તરૂણ ચુઘે કહ્યું કે દિલ્હીને સીરિયા નહીં બનવા દઈએ, શાહીન બાગને ગણાવ્યું શેતાન બાગ
Follow Us:
| Updated on: Jan 30, 2020 | 5:01 AM

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. ભાજપે શાહીન બાગને મોટો મુદ્દો બનાવી લીધો છે અને રોજ ત્યાં બેઠેલા પ્રદર્શનકારીઓ પર હુમલો કરી રહી છે. ભાજપે રાષ્ટ્રીય સચિવ તરૂણ ચુઘે તો શાહીન બાગની તુલના ઈસ્લામિક સ્ટેટ સાથે કરી છે. તેમને ટ્વીટ કરીને કહ્યું કે ‘દિલ્હીને સીરિયા નહીં બનવા દઈએ’.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચુઘે વધુમાં કહ્યું કે અમે દિલ્હીને સીરિયા નહીં બનવા દઈએ અને અહીં ISIS જેવું મોડ્યૂલ ચલાવવા નહીં દઈએ, જ્યાં બાળકો અને મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે. તે મેન રૂટ બંધ કરી દિલ્હીના લોકોમાં ડર ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે તેવું નહીં થવા દઈએ.(અમે દિલ્હીને સળગવા નહીં દઈએ.)

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શાહીન બાગ સતત ભાજપ નેતાઓના નિશાના પર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નજફગઢ રેલીમાં પણ કહ્યું હતું કે ‘તમારો એક મત સમગ્ર દેશભરમાં આ સંદેશ આપવાનો છે કે નજફગઢ શાહીન બાગના લોકોની સાથે છે કે ભારત માતાના દીકરાઓની સાથે. ભાજપ સાંસદ પ્રવેશ વર્મા પણ દાવો કરી ચૂક્યા છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો કલાકમાં શાહીનબાગને ખાલી કરાવી દેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: IND vs NZ 3rd T20: રોહિત શર્માએ કહ્યું કે મારી સિક્સરે નહીં, આ ખેલાડીએ ભારતીય ટીમને જીત અપાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">