શું MPમાં થઈ રહી છે તખ્તાપલટની તૈયારી ? કયો કૉંગ્રેસ નેતા કમલનાથની ખુરશી સામે બની રહ્યો છે ખતરો ?

શું MPમાં થઈ રહી છે તખ્તાપલટની તૈયારી ? કયો કૉંગ્રેસ નેતા કમલનાથની ખુરશી સામે બની રહ્યો છે ખતરો ?


મધ્ય પ્રદેશમાં પાતળી બહુમતી સાથે સત્તામાં આવેલા મુખ્યપ્રધાન કમલનાથને શું તખ્તાપલટનો ભય સતાવી રહ્યો છે ?

મુખ્યપ્રધાન કમલનાથે પોતે આ વાત એક મીડિયા સાથેની વાતચીતમાં કહી છે. કમલનાથે આરોપ લગાવ્યો, ‘ભાજપ મધ્ય પ્રદેશમાં ઑપરેશન લોટસનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપે કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોનો સંપર્ક કરી તેમને પ્રલોભન આપવાનો પ્રયત્ન કર્યો. આ ધારાસભ્યોએ મને ભાજપની આ કવાયત અંગે માહિતી આપી છે. ભાજપ કૉંગ્રેસના ધારાસભ્યો તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જેથી તે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી શકે.’

નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની કમલનાથ સરકારને ખૂબ જ પાતળી બહુમતી છે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને જરૂરી 116 બેઠકો નહોતી મળી. તેને 114 બેઠકો જ મળી હતી. કમલનાથ સરકાર બીએસપીના 2, એસપીના 1 અને 4 અપક્ષ ધારાસભ્યોના ટેકાથી ચાલી રહી છે.

બીજી બાજુ ભાજપના 109 ધારાસભ્યો છે અને જો તે 7 ધારાસભ્યોની વ્યવસ્થા કરી લે, તો મધ્ય પ્રદેશમાં તખ્તાપલટ કરી શકાય. એટલા માટે જ કમલનાથને પોતાની સરકારના તખ્તાપલટનો ભય હોય, તેવું તેમના આરોપો પરથી લાગે છે.

સિંધિયા સક્રિય ? કેમ મળ્યા શિવરાજને ?

મુખ્યપ્રધાન કમલનાથનો ભય અકારણે નથી. મધ્ય પ્રદેશમાં મુખ્યપ્રધાન પદની રેસમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હતાં, પરંતુ હાઈકમાંડે કમલનાથની પસંદગી કરી. કહેવાય છે કે સિંધિયા આ વાતથી નારાજ ચાલી રહ્યા છે.

દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે રાત્રે અચાનક પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ મધ્ય પ્રદેશનો રાજકીય માહોલ ગરમાઈ ગયો.

સિંધિયા-શિવરાજે 40 મિનિટ સુધી બંધ બારણામાં વાતચીત કરી અને બંને એક સાથે પત્રકારો સામે આવ્યાં. બંનેએ આ મુલાકાતની સૌજન્ય મુલાકાત ગણાવી.

પરંતુ રાજકીય વિશ્લેષકો સિંધિયા-શિવરાજની મુલાકાતને રાજકીય ચશ્માથી જોઈ રહ્યા છે. તેમને લાગે છે કે બંને નેતા મધ્ય પ્રદેશના રાજકારણમાં કંઇક નવા-જૂની કરી શકે છે.

[yop_poll id=740]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”“]

Click on your DTH Provider to Add TV9 Gujarati