વિધાનસભાની 7 બેઠક પર ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસની તૈયારી શરૂ, ભાજપે ઈન્ચાર્જોની કરી નિમણૂક

વિધાનસભાની 7 બેઠક પર ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસની તૈયારી શરૂ, ભાજપે ઈન્ચાર્જોની કરી નિમણૂક

ભાજપ દ્વારા પેટાચૂંટણીના શ્રી ગણેશ કરી દેવામા આવ્યા છે. વિધાનસભાની 7 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઇન્ચાર્જની નિમણૂક કરી છે. સરકારના એક મંત્રી તથા સંગઠનના એક પદાધિકારી એમ 2 ઇન્ચાર્જની નિમણૂક કરવામા આવી છે. જે ચૂંટણી સુધી બેઠકો પર સીઘી નજર રાખશે. મહત્વનુ છે કે બાયડ તથા ખેરાલુ ઉત્તર ગુજરાતની ટફ બેઠકો છે. જેની જવાબદારી પ્રદીપ સિહ જાડેજા તથા ડેપ્યુટી સીએમ નિતિન પટેલને સોપવામા આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ બોલીવૂડ અભિનેતા સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર ગણપતિની જયકાર કરતો VIDEO વાઈરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મોરફા હડફની જવાબદારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ગણપતસિંહ વસાવા. લુણાવાડાની જવાબદારી ભરતસિહ પરમાર અને જયદ્રથ સિહ પરમાર, થરાદ બેઠકની જવાબદારી દુષ્યંત પ્ંડ્યા અને ભુપેન્દ્ર સિહ ચુડાસમા, ખેરાલુની જવાબદારી જગદીશ પટેલ અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ, અમરાઇવાડી માટે આઇ કે જાડેજા અને આર સી ફળદુ, બાયડ માટે હર્ષદ ગિરિ ગોસવામી અને પ્રદીપ સિહ જાડેજા, રાધનપુર માટે કે.સી.પટેલ અને દિલીપજી ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati