Bihar Politics : કેન્દ્રીય મંત્રીમંડળમાં JDU એ માંગ્યું મંત્રીપદ, કહ્યું NDA માં દરેક સાથીપક્ષોને સન્માન મળવું જોઈએ

આરસીપી સિંહે કહ્યું કે NDA ગઠબંધનના સહયોગી દરેક પક્ષને આદર મળવો જોઈએ. આરસીપી સિંહના આ નિવેદનથી દેશ અને બિહારના રાજકારણ (Bihar Politics) ને નવી હવા મળી છે.

Bihar Politics : કેન્દ્રીય મંત્રીમંડળમાં JDU એ માંગ્યું મંત્રીપદ, કહ્યું NDA માં દરેક સાથીપક્ષોને સન્માન મળવું જોઈએ
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 6:04 PM

Bihar Politics : બિહારનું રાજકીય તાપમાન ચરમસીમાએ છે. રાષ્ટ્રીય જનતાદળ(RJD), ભારતીય જનતા પાર્ટી(BJP), હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) તરફથી આવતા નિવેદનોની વચ્ચે, JDU એ કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ માટે માંગણી કરતુ એક નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) નો ભાગ એવા જનતા દળ યુનાઇટેડ (JDU) હવે કેન્દ્રીય પ્રધાનમંડળ (union cabinet) માં સ્થાન માંગી રહ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે આ અંગે નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાત કરતા આરસીપી સિંહે કહ્યું કે NDA માં દરેક સાથીપક્ષોને સન્માનની વાત કરતા JDU માટે કેબિનેટમાં સ્થાન માંગ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કેન્દ્રીય મંત્રીમંડળમાં JDU એ માંગ્યું મંત્રીપદ JDU ના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે શનિવારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે અમને જાણ થઇ છે કે કેન્દ્રીય મંત્રીમંડળ (union cabinet) નું વિસ્તરણ થવાનું છે.તેમણે કહ્યું કે JDU પણ NDA નો એક ભાગ છે. આવી સ્થિતિમાં કેબીનેટના વિસ્તરણમાં JDUને પણ પ્રાધાન્ય મળવું જોઈએ.

આરસીપી સિંહે કહ્યું કે NDA ગઠબંધનના સહયોગી દરેક પક્ષને આદર મળવો જોઈએ. આરસીપી સિંહના આ નિવેદનથી દેશ અને બિહારના રાજકારણ (Bihar Politics) ને નવી હવા મળી છે. જો કે JDU એ હજી એ સ્પષ્ટ નથી કર્યું કે તે કેન્દ્રમાં પાર્ટીમાંથી કોને મોકલવા માંગે છે.

16 સાંસદો, પણ JDU નો એક પણ મંત્રી નહી નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ માટે ચર્ચાઓ ચાલી રહી છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં ફેરફાર શક્ય છે. આવી સ્થિતિમાં બિહારના રાજકારણ (Bihar Politics) માં JDU ની આ માંગણીથી નવો વળાંક આવ્યો છે. એ પણ પોતાનો દાવ વ્યક્ત કર્યો છે.

NDA ગઠબંધનમાં હાલમાં JDUના 16 સાંસદ છે, આમ છતાં કેન્દ્રમાં જેડીયુનો એક પણ મંત્રી નથી. છેલ્લી વખત નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણ સમયે JDU ની સરકારમાં એન્ટ્રી થવાની ચર્ચાઓ થઇ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તે સમયે આરસીપી સિંહ કેન્દ્રમાં મંત્રી બનવાના હતા. પરંતુ અંતે આવું કાઈ બન્યું નહીં.

બિહારમાં NDA માં ભંગાણના એંધાણ આજકાલ બિહારના રાજકારણ (Bihar Politics) માં અને ખાસ કરીને NDA માં ભરપુર વિવાદો ચાલી રહ્યા છે. ત્યાં સુધી કે બિહારમાં NDA માં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગઠબંધન સાથીદારભારતીય જનતા પાર્ટી(BJP) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) ઇશારાઓમાં એક બીજા પર કટાક્ષ કરી રહ્યા છીએ.

11 જૂન, શુક્રવારે હિન્દુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝી (Jitan Ram Manzi)એ RJDના ધારાસભ્ય તેજપ્રતાપ યાદવ સાથે મુલાકાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરજેડીએ હિન્દુસ્તાની આવામ મોરચા માટે વિપક્ષી ગઠબંધનમાં પ્રવેશ માટે દરવાજા ખોલી નાખ્યા છે.

આ પણ વાંચો : Partition of UttarPradesh : શું વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશનું થશે વિભાજન? જાણો યુપીના વિભાજન અંગેની સત્યતા

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">