બીગબોસ ફેઈમ પૂર્વ અભિનેત્રી સના ખાને સુરતના અનસ મુફતી સાથે કર્યા નિકાહ, ઓક્ટોબરમાં ગ્લેમર વર્લ્ડને કહ્યું હતું અલવિદા

Bigboos faim purv abhinetri sana khan e surat ma anas mufti sathe karya nikah october ma glamour world ne kahyu hatu aalvida

સિનેમાની દુનિયા છોડીને ઈસ્લામના પ્રચાર અને પ્રસારમાં પોતાના જીવનને અર્પિત કરી દેનારી પુર્વ અભિનેત્રી સના ખાને લગ્ન કરી લીધા છે. સનાએ પોતાના નિકાહ ગુજરાતના સુરત શહેરમાં પરિવારજનોની હાજરીમાં કર્યા છે. વાયરલ વીડિયો મુજબ તેના નિકાહના પ્રસંગ દરમ્યાન સનાએ ઉપરથી નીચે સુધી સફેદ રંગના કપડા પહેર્યા છે. તેના પતિ મુફતી અનસ પણ સફેદ કુર્તા અને પાયજામાંથી સજ્જ જોવા મળી રહ્યા છે. અભિનેત્રી રહી ચુકેલી સનાએ તેના કેરીયરમાં ‘હલ્લા બોલ’, ‘જય હો’ અને ‘વજહ હો તુમ’ જેવી હિન્દી ફીલ્મોમાં અભિનય આપ્યો હતો. જો કે સનાએ મોટાભાગે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યુ છે.

https://twitter.com/sanaak21/status/1314253499106959360?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના: ગુજરાતમાં વધુ 105 કેસ નોંધાયા, કુલ 871 પોઝિટીવ કેસ

ફિલ્મો અને ટીવી અભિનેત્રી રહી ચુકેલી સનાખાન બીગબોસમાં પણ ભાગ લઈ ચુકી છે. તેણે સુરતના નિવાસી મુફતી અનસ સાથે લગ્ન કર્યા છે. સના 33 વર્ષની વયની છે. તેણે ગત 8મી ઓક્ટોબરે જ અભિયન વ્યવસાયને અલવિદા કહી દીધું હતું. તેના લગ્નનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોસ્ટ કર્યો છે અને તેને લાખોની સંખ્યામાં જોયો છે. જે વીડિયોમાં બંનેએ સફેદ સુંદર વસ્ત્રો સાથે હાથમાં હાથ પરોવેલા જોવા મળે છે અને નિકાહ પ્રસંગે સાથે મળીને કેક કાપી રહ્યા છે.

 Bigboos faim purv abhinetri sana khan e surat ma anas mufti sathe karya nikah october ma glamour world ne kahyu hatu aalvida

વર્ષ 2016માં ફિલ્મ વજહ હો તુમમાં સના શરમન જોશી અને ગુરમીત ચૌધરી સાથે નજરે આવી હતી. આ ફિલ્મમાં સનાનો ખુબ જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો, અહીંથી તેના પ્રશંકોની સંખ્યા પણ વધી હતી. જે આજે પણ છે, તેમજ સના ખાનને તેના નિકાહ પ્રસંગે શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. સનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને છોડવાનો ફેંસલો થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને જાહેર કર્યો હતો. સનાએ 15 વર્ષ જેટલો સમય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યા બાદ તેને અચાનક જ પોતાના જીવનના માર્ગને બદલતો નિર્ણય કર્યો હતો. તેને અહેસાસ થયો કે માત્ર દોલત અને શોહરત જ કમાવવુએ માણસનું લક્ષ્ય ન હોવુ જોઈએ. સના ખાને હવે માનવતાની સેવા કરવાની વાત કહી છે. સનાએ ગ્લેમરસ છોડતી વેળા અનેક સવાલોની યાદી પણ રજૂ કરી હતી અને તે સવાલોના જવાબ શોધતી હોવાનું ગણાવ્યુ હતુ.

READ  સુધરે એ નેતાઓ નહી, કોરોનાની ઐસી કી તૈસી કરી, ધારાસભ્ય શશીકાંત પંડ્યા વાજતે ગાજતે જનમેદનીને લઈ ખાતમૂહુર્ત કરવા પહોચ્યા, ગાયીકા કિંજલ દવે બહાદુરીની સેલ્ફી લેતી જોવા મળી, 1000 રૂપિયાનો દંડ વસૂલતી પોલીસ હવે શું કરશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Bigboos faim purv abhinetri sana khan e surat ma anas mufti sathe karya nikah october ma glamour world ne kahyu hatu aalvida

બિગબોસ-6માં નજરમાં આવેલી પુર્વ ફિલ્મ અભિનેત્રી સના ખાન આ અગાઉ કોરીયોગ્રાફર મેલ્વિન લુઈસની સાથે પોતાના બ્રેકએપને લઈને સમાચારોમાં રહી હતી. તેણે મેલ્વિન લુઈસ પર અનેકવાર વાયલન્સ અને ચીટિંગના આરોપ પણ લગાવ્યા હતા.સનાએ પોતાનુ દુખ-દર્દ પણ સાર્વજનિક કર્યુ હતુ. તેણે કેટલાક વોટસસેપ મેસેજ પણ સોશિયલ મીડિયા પર સાબિતીના રુપે પોસ્ટ પણ કર્યા હતા. જોકે હવે સનાએ લગ્ન કરી લીધા છે. સનાએ જોકે ફિલ્મોને છોડવા સાથે સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ પરથી પણ પોતાના ગ્લેમરસ દુનિયાના ફોટોને દુર કરી દીધા હતા.

READ  ઘરે બેઠાં માણો ગરબા !! વડોદરામાં ઓનલાઇન ગરબાનું આયોજન !!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments