કાર ચાલકો માટે મોટા સમાચાર, નીતિન ગડકરીનું નિવેદન, 6 એરબેગ્સ ફરજીયાત બનાવવાની તૈયારી

કાર ચાલકો માટે મોટા સમાચાર, નીતિન ગડકરીનું નિવેદન, 6 એરબેગ્સ ફરજીયાત બનાવવાની તૈયારી
ફાઈલ ફોટો

અકસ્માતમાં મૃત્યુને અંકુશમાં લેવા માટે સરકાર સુરક્ષાના ધોરણોને સતત અપગ્રેડ કરી રહી છે. આ અંગે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં 6 એરબેગ્સ ફરજિયાત કરવા જઈ રહી છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Mar 30, 2022 | 2:18 PM

અકસ્માતમાં મૃત્યુને અંકુશમાં લેવા માટે સરકાર સુરક્ષાના ધોરણોને સતત અપગ્રેડ કરી રહી છે. આ અંગે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં 6 એરબેગ્સ ફરજિયાત કરવા જઈ રહી છે. આ દરેક વાહન માટે જરૂરી રહેશે. તાજેતરમાં લોકસભામાં બોલતા પરિવહન મંત્રીએ કહ્યું હતું કે, અમે તમામ વાહનો માટે 6 એરબેગ ફરજિયાત બનાવી છે. આ નિયમ 8 સીટર સુધીના વાહનો માટે લાગુ પડશે. વાહનનું મોડેલ શું છે અને તે કયા સેગમેન્ટનું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. સરકારની પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા છે.

હાલમાં, 6 એરબેગ્સની જરૂરિયાત અંગે પેપરવર્ક કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં, પરિવહન વિભાગ દ્વારા જાન્યુઆરી 2022 માં એક ડ્રાફ્ટ સૂચના જાહેર કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેગ્સનો નિયમ લાગુ થઈ શકે છે.

તેનાથી કારની કિંમતમાં થશે વધારો?

લોકસભામાં પોતાના સંબોધનમાં ગડકરીએ કહ્યું કે, હું જાણું છું કે 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાથી વાહનની કિંમતમાં વધારો થશે. કાર કંપનીઓ આ માટે સહેલાઈથી સંમત થશે નહીં. કારની કિંમત વધશે તો વેચાણ ઘટશે. આવી સ્થિતિમાં ઉત્પાદકો નથી ઈચ્છતા કે હાલમાં 6 એરબેગ્સનો નિયમ લાગુ કરવામાં આવે. ઓટો સેક્ટર પહેલેથી જ ચિપ સંકટથી પરેશાન છે. એવું માનવામાં આવે છે કે, વધારાની એરબેગને કારણે કિંમતમાં ઓછામાં ઓછા 50 હજાર રૂપિયાનો વધારો થશે. હાલમાં જે કારમાં 6 એરબેગ્સ છે તેની કિંમત ઓછામાં ઓછી 10 લાખ રૂપિયા છે.

હાઈડ્રોજનથી ચાલતી કારમાં સંસદ પહોંચ્યા નીતિન ગડકરી

ભારતમાં કાર અને અન્ય વાહનોથી થતા વાયુ પ્રદુષણને કાબુમાં લેવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેમાંથી એક પ્રયાસ હાઇડ્રોજન ઇંધણ પર ચાલતી કારમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ગ્રીન હાઈડ્રોજન ઈંધણ પર ચાલતી આવી જ એક કારની મદદથી કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી સંસદ પહોંચ્યા હતા. આ કારનું નામ Toyota Mirai (2022 Toyota Mirai) છે. ટોયોટાએ આ કારને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરી છે અને તેમાં એડવાન્સ ફ્યુઅલ સેલ સિસ્ટમ લગાવી છે.

આ સિસ્ટમ સેલ ઓક્સિજન અને હાઇડ્રોજનનું મિશ્રણ કરીને ખાસ પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીની મદદથી કાર રસ્તા પર ચાલે છે. જેની મદદથી નીતિન ગડકરી બુધવારે સંસદમાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ કારમાંથી માત્ર પાણી જ ઉત્સર્જનના રૂપમાં નીકળે છે.

આ પણ વાંચો: RBI Recruitment 2022: ભારતીય રિઝર્વ બેંક ઘણી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati