VIDEO: પ્રિ-વેડિંગ શૂટ અને કોરિયોગ્રાફર પર પ્રતિબંધ ! જાણો કયા સમાજે લીધો નિર્ણય

લગ્ન હોય એટલે બેન્ડ બાજા કે ડી જે હોય, મહેંદી હોય, ગીત સંગીત હોય. પણ આજકાલ લગ્નમાં કેટલીક વધુ રીવાજોનો ઉમેરો થયો છે. અને તે છે પ્રિ વેડિંગ શૂટ તેમજ મહિલા સંગીત. જૈન, સિંધિ તેમજ અન્ય ગુજરાતી સમાજ સંગઠનોએ આ પ્રિ વેડિંગ શૂટ તેમજ મહિલા સંગીતમાં કોરિયોગ્રાફર બોલાવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. ભોપાલમાં મુનિ […]

VIDEO: પ્રિ-વેડિંગ શૂટ અને કોરિયોગ્રાફર પર પ્રતિબંધ ! જાણો કયા સમાજે લીધો નિર્ણય
Follow Us:
| Updated on: Dec 10, 2019 | 5:22 PM

લગ્ન હોય એટલે બેન્ડ બાજા કે ડી જે હોય, મહેંદી હોય, ગીત સંગીત હોય. પણ આજકાલ લગ્નમાં કેટલીક વધુ રીવાજોનો ઉમેરો થયો છે. અને તે છે પ્રિ વેડિંગ શૂટ તેમજ મહિલા સંગીત. જૈન, સિંધિ તેમજ અન્ય ગુજરાતી સમાજ સંગઠનોએ આ પ્રિ વેડિંગ શૂટ તેમજ મહિલા સંગીતમાં કોરિયોગ્રાફર બોલાવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. ભોપાલમાં મુનિ શ્રી પ્રસાદ સાગર મહારાજે દિગંબર જૈન પંચાયત સમિતિને નિર્દેશ આપ્યો છે કે જે લોકો નિર્ણય નહીં સ્વીકારે તેમના પર સમાજ ધ્યાન નહીં આપે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ HK કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, વિદ્યાર્થિનીની છેડતી કરવા મુદ્દે થઈ મારામારી

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જૈન અને સિંધી પંચાયત માને છે કે પ્રિ વેડિંગ એક દૂષણ છે, કેમ કે લગ્ન પહેલા યુવક યુવતી એક અજાણ્યા સ્થળે જાય છે, અને ત્યાં ફોટો અને વીડિયો શૂટ કરે છે. આ ઉપરાંત લગ્નોમાં આ વધારાનો ખર્ચ પણ હવે સામેલ થઇ ગયો છે. ક્યારેક આવા ખર્ચા કર્યા બાદ પણ યુવક યુવતીને અણબનાવ થતા લગ્ન ફોક થાય છે, અને ખર્ચા માથે પડે છે. તો મહિલા સંગીતમાં કોરિયોગ્રાફરનો પણ ખોટો ખર્ચ લગ્નમાં સામેલ થઇ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખાસ કરીને કોરિયોગ્રાફર પુરૂષ હોય છે, અને તે ડાન્સના બહાને ક્યારેક અશ્લીલ હરકતો અને અડપલા કરતો હોવાના પણ કિસ્સા બનતા હોય છે. જેના કારણે આ પ્રતિબંધ મુકાયો હોવાનું ગુજરાતી સમાજ કહી રહ્યો છે. તો ગુજરાતી સમાજનું કહેવું છે કે પ્રિ વેડિંગ અને કોરિયોગ્રાફર બોલાવવો એ હવે દેખાદેખી થઇ ગયું છે. જેથી મધ્યમવર્ગના લોકોને દેખાદેખીમાં ના છૂટકે આ ખોટો ખર્ચ કરવો પડે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ક્યારેક વર કે વધુ બેમાંથી કોઇ એકની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે બીજા પક્ષ દ્વારા દબાણ કરવામાં પણ આવતુ હોય છે. જેથી વર કે વધુને ના છૂટકે પ્રિ વેડિંગ શૂટ કરવુ પડતુ હોય છે. ક્યારેક યુવતીની અનિચ્છા હોય તો પણ યુવક સાથે અન્ય સ્થળે જઇને શૂટ કરવુ પડતુ હોય છે. આ તરફ યુવાનો માને છે કે આ પ્રકારનો પ્રતિબંધ ન હોવો જોઇએ. કેમ કે પ્રિ વેડિંગ શૂટ અને કોરિયોગ્રાફર બોલાવવો એ જે ફરજિયાત નથી. જેને પણ પ્રિ વેડિંગ શૂટ કરવુ હોય તેને રોકવા ન જોઇએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">