કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહની સભામાં યુવકે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા, જુઓ પછી શું થયું?

લોકસભાની ચૂંટણીને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપ તો નેતા કરતા જ હોય છે. કોંગ્રેસના દિગ્વિજય સિંહે પોતાની એક સભામાં યુવકને મંચ પર બોલાવ્યો હતો અને બાદમાં કોંગ્રેસના નેતાએ તેમની સાથે દૂર્વ્યવહાર પણ કર્યો હતો. #Bhopal: Congress candidate Digvijaya Singh asks a youth in the crowd 'did you get Rs 15 lakhs in your account?' The youth walks up […]

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહની સભામાં યુવકે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા, જુઓ પછી શું થયું?
TV9 WebDesk8

|

Apr 22, 2019 | 5:15 PM

લોકસભાની ચૂંટણીને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપ તો નેતા કરતા જ હોય છે. કોંગ્રેસના દિગ્વિજય સિંહે પોતાની એક સભામાં યુવકને મંચ પર બોલાવ્યો હતો અને બાદમાં કોંગ્રેસના નેતાએ તેમની સાથે દૂર્વ્યવહાર પણ કર્યો હતો.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે જ્યારે ભાજપે તેની સામે સાધ્વી પ્રજ્ઞાને ટિકીટ આપી છે. દિગ્વિજય સિંહે ભોપાલમાં એક રેલીમાં આવેલાં લોકોને પૂછ્યું કે તમારા ખાતામાં 15 લાખ રુપિયા આવ્યા તો એક યુવકે હા પાડી. બાદમાં દિગ્વિજય સિંહે તેને મંચ પર બોલાવીને લાઉડ સ્પીકરમાં બોલવા કહ્યું તો યુવકે 15 લાખના બદલે સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરી અને વડાપ્રધાન મોદીના વખાણ કર્યા.

વડાપ્રધાન મોદીના વખાણ કરતાં દિગ્વિજય સિંહે આ યુવકને પોતાના મંચ પરથી રવાના કરી દીધો પણ તે જઈ રહ્યો હતો ત્યારે એક કોંગ્રેસ નેતાએ તેને ધક્કો મારીને સ્ટેજ પરથી ઉતારી દીધો હતો. દિગ્વિજય સિંહે બાદમાં યુવકને રોજગારીના મુ્દા પર પણ ખખડાવ્યો હતો. આમ સભામાં અનોખા જ દ્રશ્યો સર્જાયા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati