ભાવનગરમાં ઘનકચરાનો નિકાલ બન્યો વિવાદનું કારણ, કચરાનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો વિપક્ષનો આરોપ

  • Publish Date - 9:46 pm, Sun, 8 November 20
ભાવનગરમાં ઘનકચરાનો નિકાલ બન્યો વિવાદનું કારણ, કચરાનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો વિપક્ષનો આરોપ

આજે દરેક મોટા શહેરો માટે સોલિડ વેસ્ટના નિકાલનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે. ત્યારે ઘનકચરાના નિકાલનો પ્રશ્ન આજકાલ ભાવનગર મનપામાં વિવાદનું કારણ બન્યો છે. શહેરમાં રોજ એકઠો થતા 1200 ટન ઘન કચરાના નિકાલ માટે શાસકો પાસે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો છે. વિપક્ષનો આરોપ છેકે શાસકો કચરાના નામે કૌભાંડ કરીને કોન્ટ્રાક્ટરોને ઘી કેળા કરાવી રહ્યા છે. અને, પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા છે.

 

તો આ તરફ મેયર વિપક્ષના આરોપોને રદીયો આપીને પ્રજાની સુખાકારી માટે યોગ્ય વ્યવસ્થા કરી રહ્યા હોવાનું ગાણું ગાઇ રહ્યા છે. મેયરનો દાવો છે કે કચરાના નિકાલ માટે તેઓએ વધુ 3 નવા વાહનો ખરીદ્યા છે. જ્યારે કામમાં ઢિલાશ રાખનારા કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati