ભારત બંધ બેઅસર, ખેડૂતોના બંધમાં આગળ દેખાયા સપા-કોંગ્રેસ અને આપના નેતા-કાર્યકર્તા

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોએ સવારે 11 વાગ્યાથી ભારત બંધની ઘોષણા હતી. જેમાં ખેડૂતો પહેલા તો રાજનૈતિક દળો સક્રિય થઈ ગયાં. યુપીમાં ખેડૂતો ક્યાંય પ્રદર્શન કરતા દેખાયા નથી પણ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ દેખાઈ રહ્યાં છે. યોગી આદિત્યનાથ સરકારના દરેક જિલ્લામાં પોલીસના ચાંપતા બંદોબસ્ત રાખવાના નિર્દેશની પણ મોટી અસર દેખાઈ છે. રાજધાની […]

ભારત બંધ બેઅસર, ખેડૂતોના બંધમાં આગળ દેખાયા સપા-કોંગ્રેસ અને આપના નેતા-કાર્યકર્તા
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 08, 2020 | 5:16 PM

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોએ સવારે 11 વાગ્યાથી ભારત બંધની ઘોષણા હતી. જેમાં ખેડૂતો પહેલા તો રાજનૈતિક દળો સક્રિય થઈ ગયાં. યુપીમાં ખેડૂતો ક્યાંય પ્રદર્શન કરતા દેખાયા નથી પણ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ દેખાઈ રહ્યાં છે. યોગી આદિત્યનાથ સરકારના દરેક જિલ્લામાં પોલીસના ચાંપતા બંદોબસ્ત રાખવાના નિર્દેશની પણ મોટી અસર દેખાઈ છે. રાજધાની લખનૌ સહિત અન્ય જિલ્લાઓમાં સ્થિતી સામાન્ય છે. સમાજવાદી પાર્ટીની સાથે જ બસપા અને કોંગ્રેસે ભારત બંધને સમર્થન આપ્યું. જેના કારણે યુપીની સરકારે જનતાની રક્ષાની જવાબદારી ઉઠાવી. ભારત બંધને કારણે પ્રદેશની રાજધાની લખનૌ સહિત દરેક જિલ્લામાં પોલીસ હાઈ એલર્ટ પર છે આગરા, પ્રયાગરાજ, મેરઠ, બરેલી, મુરાદાબાદ, વારાણસીમાં પણ જિલ્લા તથા પોલીસ પ્રસાશન એલર્ટ છે.

 Bharat bandh be asar kheduto na bandh ma aagal dekhaya sapa congress ane aap na neta karyakarta

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે વિપક્ષ- કેશવ પ્રસાદ મૌર્ય

ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. જ્યારે જનતાએ તેમને નકારી દીધા છે તો તેઓ હલકી રાજનીતિ પર ઉતરી આવ્યાં છે. પ્રદેશમાં ખેડૂતો ક્યાંય પ્રદર્શન નથી કરી રહ્યાં. ખેડૂતો ભાજપના સમર્થનમાં છે. વિપક્ષ તેને ગેરમાર્ગે દોરી રહ્યો છે. કૃષિબિલને લઈને વિપક્ષ ખેડૂતોની વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યો છે પણ આ કાયદામાં ખેડૂતોનો જ ફાયદો છે. તેમને ન્યુનતમ સમર્થન મૂલ્યનો પુરો લાભ મળશે. યુપીના શ્રમ અને નિયોજન મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે ફક્ત ભાજપ જ દેશમાં ખેડૂતોના હિતમાં વિચારે છે અને સાથે તેને મદદ થાય તેવા કાયદાઓ બનાવી શકે છે. અમે ખેડૂતોના હિત માટે વિચારીએ છીએ. સમાજવાદીપાર્ટીની સરકારમાં તો ખેડૂતો લાકડીઓ ખાતા હતાં. હવે તેમને સારી સુવિધા મળી રહી છે. વિપક્ષી દળો ભલે તેમને વાળવાનો પ્રયાસ કરે પણ તેઓ સફળ નહી થાય.

આ પણ વાંચો: Closing Bell: શેરબજારના બંને ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ, સેન્સેક્સ 45,742.23 પોઈન્ટ સુધી નોંધાયો

લખનૌમાં નિયત સમયે જ ખુલી ગયાં બજારો

લખનૌમાં દરેક બજાર નિયત સમય પર જ ખુલી ગયાં હતાં. જ્યારે બસો તથા અન્ય સાધનોનું પણ સંચાલન થઈ રહ્યું છે. લખનૌમાં વિક્રમાદિત્ય માર્ગ પર સપાના કાર્યાયલય પાસે બેરીકેડીંગ લગાવાયા છે. તે સાથે જ વિધાનસભા માર્ગ પર હઝરતગંજમાં પણ વધારે પોલીસ તૈનાત કરાઈ છે. લખનૌમાં કિસાન મંચના યુપીના અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીની પોલીસે ધરપકડ કરી છે. તેમની આજે તેમના જ કાર્યાલયમાંથી ધરપકડ કરાઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગોરખપુરમાં પણ બંધ બેઅસર, સપા-કોંગ્રેસના કેટલાયે નેતાઓની ધરપકડ

ભારત બંધનું આહ્વાહન ગોરખપુરમાં પણ બેઅસર રહ્યું. બંધને વ્યાપારીક સંગઠનોનું સમર્થન ના મળવાના કારણે સવારે જ બજાર ખુલવા માંડ્યા હતા. સાપ્તાહિક બંધના પગલે ઘંટાઘર, અલીનગર જેવા વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી. બંધને સફળ બનાવવા માટે દુકાનો બંધ કરાવવા રસ્તાઓ પર ઉતરેલા સપા અને કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરીને તેમને પોલીસ લાઈન્સ મોકલી અપાયા છે. આ દરમ્યાન જબરદસ્તી રેલી નીકાળી રહેલા કોંગ્રેસીઓમાં સામેલ એવા એનએસયુઆઈના મહાનગર અધ્યક્ષ આદિત્ય શુક્લને પણ પોલીસે ફટકાર્યા હતાં. જેથી તેઓ ઘાયલ થયાં હતાં.

મેરઠ, કાનપુરમાં બંધને મિશ્ર પ્રતિસાદ, અનેક નેતાઓ પર કાર્યવાહી

ખેડૂતોના ભારતબંધની મિશ્ર અસરો મેરઠ, કાનપુર સહિતના આસપાસના વિસ્તારોમાં દેખાઈ હતી. મોટાભાગે તો બજારો ખુલ્લા હતાં. સાપ્તાહિક બંધના કારણે કેટલાક બંધ પણ હતાં. ખેડૂતોએ હાઈવે પર મુખ્ય સડકો પર ચક્કાજામ કર્યુ હતું. જેના કારણે કેટલાક રૂટ ડાઈવર્ઝન કરાયા હતાં. જ્યારે કેટલીક જગ્યાઓ પર પોલીસ અને કાર્યકર્તાઓને ઝપાઝપી થઈ હતી.સપા, રા.લો.દળ સહિતના પક્ષોના નેતાઓને ઘર પર જ નજરબંધ કરીને બહાર ફોર્સ તૈનાત કરી દેવાઈ હતી.

વ્રજ અને બરેલીમાં પણ બંધ બેઅસર

આગરા, વ્રજ અને બરેલીમાં ભારતબંધની અસર નહિવત્ત દેખાઈ હતી. દરેક જગ્યાઓ પર પોલીસને તૈનાત કરાઈ હતી. આગરામાં સપાના નેતાઓને નજરબંધ કરાયા હતાં. આ બધા વિસ્તારોમાં ભારતબંધનું પ્રભાવી રૂપથી જે અસર દેખાવી જોઈએ તે દેખી નહોતી. ગલી મહોલ્લાની સાથે મંગળવારી બજાર પણ ખુલ્લી હતી. ખેડૂતોના આંદોલનને વિદ્યુત કર્મચારીઓએ સમર્થન આપ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">