ભાઈબીજના તહેવારની ઉજવણી કરવા માટે જાણો શું છે શુભ મુહૂર્ત
દિવાળીના બીજા દિવસે કારતક શુક્લ બીજના રોજ ભાઈબીજનો પર્વ મનાવવામાં આવે છે. આ તિથીથી યમરાજ અને બીજની તિથીને સંબંધ હોવાને કારણે તેને યમદ્વિતીયા પણ કહેવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈને તિલક કરે છે. તેનું સ્વાગત કરે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. માનવામાં આવે છે કે જે ભાઈ ભાઈબીજના દિવસે […]
દિવાળીના બીજા દિવસે કારતક શુક્લ બીજના રોજ ભાઈબીજનો પર્વ મનાવવામાં આવે છે. આ તિથીથી યમરાજ અને બીજની તિથીને સંબંધ હોવાને કારણે તેને યમદ્વિતીયા પણ કહેવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈને તિલક કરે છે. તેનું સ્વાગત કરે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. માનવામાં આવે છે કે જે ભાઈ ભાઈબીજના દિવસે બહેનના ઘરે જઈ ભોજન ગ્રહણ કરે છે અને તિલક કરાવે છે. તેમનું અકાળે મૃત્યુ નથી થતુ. ભાઈબીજના દિવસે જ યમરાજના સચિવ ચિત્રગુપ્તજીની પણ પૂજા થાય છે.
કેવી રીતે મનાવશો ભાઈબીજનો તહેવાર?
આજના દિવસે ભાઈ વહેલી સવારે ચંદ્રના દર્શન કરે, ત્યારબાદ યમુનાના પાણીથી સ્નાન કરે અથવા તાજા પાણીથી સ્નાન કરે. પોતાની બહેનના ઘરે જાય અને ત્યાં બહેનના હાથથી તૈયાર કરેલુ ભોજન ગ્રહણ કરે, બહેન ભાઈને ભોજન કરાવે અને તેમને તિલક કરીને આરતી કરે. ભાઈ યથાશક્તિ પોતાની બહેનને ઉપહાર આપે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કેવી રીતે બનાવશો કિસ્મત ચમકાવનારૂ તિલક?
શુદ્ધ કેસરની 27 પતીઓ લો અને તેમાં શુદ્ધ લાલ ચંદન અને ગંગાજળ મિલાવો, ત્યારબાદ ચાંદીની વાટકી કે પીતળની વાટકીમાં આ તિલક તૈયાર કરો. પોતાના ભાઈને તિલક કર્યા પહેલા આ વાટકી ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખો. ॐ નમો નારાયણાય મંત્રનો 27 વખત જાપ કરો, હવે આ તિલક સૌથી પહેલા ગણપતિ ભગવાન અને વિષ્ણુ ભગવાનને કરો. ત્યારબાદ આ તિલક બહેન પોતાના ભાઈને ઉત્તર પૂર્વ દિશા તરફ મોં રાખીને તિલક કરે. ત્યારબાદ બહેન ભાઈને મિઠાઈ ખવડાવી અને ભાઈ પણ બહેનને મિઠાઈ ખવડાવી મોં મીઠું કરાવે, આમ કરવાથી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ હંમેશા માટે વધતો રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભાઈ-બીજનું શુભ મુહૂર્ત
ભાઈ-બીજની શરૂઆત 29 ઓક્ટોબર સવારે 6 કલાક અને 13 મિનિટથી થશે અને 30 ઓક્ટોબર સવારે 3 કલાક અને 48 મિનિટે સમાપન થશે. ભાઈબીજનું શુભ મુહૂર્ત બપોરે 1 વાગ્યે અને 11 મિનિટથી બપોરે 3 વાગ્યે અને 23 મિનિટ સુધી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]