ભાદરવી પૂર્ણીમાએ નાના અંબાજી તરીકે જાણીતા ખેડબ્રહમાના મંદીરના દર્શન કરવાનો છે અનેરો મહીમા

ભાદરવી પૂર્ણીમાએ નાના અંબાજી તરીકે જાણીતા ખેડબ્રહમાના મંદીરના દર્શન કરવાનો છે અનેરો મહીમા

સાબરકાંઠાંના ખેડબ્રહ્મામાં બીરાજતાં મા અંબાના દર્શન પણ અંબાજીના દર્શન સાથે એટલે જ એટલા જ મહત્વના માનવામાં આવે છે. એટલે જ અંબાજી જતાં ભક્તો અચુક ખેડબ્રહ્માના દર્શન કરવાનું માને છે. જો દંતકથાઓનુ માનીએ તો પુરાણકાળોમાં અહી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે જ આસૂરોના નાશ માટે મા અંબાને પ્રાગટ્ય કર્યા હતા અને એટલે જ અહી મા અંબાનો નિવાસ માનવામાં આવે છે. એટલે જ ભક્તો અહી નાના અંબાજીનું સ્થાન એટલે ખેડબ્રહ્મા છે. ખેડબ્રહ્માથી જ ગબ્બરમાં મા અંબા વસ્યા હોવાનું પણ કહેવાય છે.

આ પણ વાંચોઃ  નીલકંઠ વર્ણી અંગેના વિવાદનો આવ્યો અંત, જૂનાગઢમાં સાધુ સમાજ અને સંતો વચ્ચે યોજાઈ હતી બેઠક

ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના દર્શને પદયાત્રે ભાદરવી પુનમે નીકળી પડતાં હોય છે. પણ ઘણાંખરા પદયાત્રી સંઘ અહી દર્શન કરવા માટે જરૂર થી પહોંચતાં હોય છે માં અંબાના શિખર પર ધજા પણ જરૂરથી ચઢાવતા હોય છે. એટલે કે ભક્તો અહી મા અંબાના દરબારમાં હાજરી ભરીને જ આગળ મોટાઅંબાજી પહોંચતા હોય છે.

પદયાત્રી ગોપાલ ત્રિવેદી કહે છે કે, અમદાવાદથી આવ્યા છીએ અને સાત વર્ષથી ચાલતા અંબાજી દર્શન કરવા માટે નીકળીએ છીએ. અહી ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા માટે આવ્યો છું તો માથાસુલીયાથી ખેડબ્રહ્મા પહોંચેલા પદયાત્રી વંદના ચૌધરી કહે છે કે, અમે અહી નિયમિત  દર્શન કરવા માટે આવીએ છીએ. મા ઉપર અહી ખૂબ શ્રધ્ધા છે.


અંબાજી મંદીર ખેડબ્રહ્માના મેનેજર ઘનશ્યામસિંહ રહેવર મુજબ ભાદરવી પૂર્ણીમાને લઇને ભક્તો અહી ખુબ આવે છે. અહી દર્શન કરે છે. માતાના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. મોટી પૂનમ તરીકે ભાદરવી પુર્ણીમાંને ઓળખે છે. અને પરંપરા મુજબ દર્શન કરવા લોકો ઉમટે છે. અહીં માની મૂર્તીની પૂજા થાય છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati