બાળકોની આંખોમાં મરચું નાખીને ભીખ માગવા મજબૂર કરાતા, અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાંચે કર્યો પદાફાર્શ

શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચે 17 બાળકોને ભીખ મંગાવતી એક ગેંગમાંથી રેસ્ક્યૂ કર્યા છે. શહેરના ચાર રસ્તા પર ભીખ મંગાવતી આ ગેંગે બાળકોને આંખમાં મરચાની ભૂકી નાંખીને ગંભીર યાતનાઓ પણ આપી હોવાની વિગતો સામે આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, જેમને રેસ્ક્યૂ કરાયા છે તે 17 બાળકો કોના છે અને ક્યાંથી આવ્યાં છે?  હાલ […]

બાળકોની આંખોમાં મરચું નાખીને ભીખ માગવા મજબૂર કરાતા, અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાંચે કર્યો પદાફાર્શ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 12, 2019 | 2:38 PM

શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચે 17 બાળકોને ભીખ મંગાવતી એક ગેંગમાંથી રેસ્ક્યૂ કર્યા છે. શહેરના ચાર રસ્તા પર ભીખ મંગાવતી આ ગેંગે બાળકોને આંખમાં મરચાની ભૂકી નાંખીને ગંભીર યાતનાઓ પણ આપી હોવાની વિગતો સામે આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, જેમને રેસ્ક્યૂ કરાયા છે તે 17 બાળકો કોના છે અને ક્યાંથી આવ્યાં છે?  હાલ બાળકો ગભરાયેલા હોય તે સ્પષ્ટ થઈ શક્યું નથી પણ તેમની ભાષા પરથી જણાઈ રહ્યું  છે તેઓ ગુજરાતના નહીં પણ બહારના રાજ્યના વતની છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદની મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે 15 દિવસની રેકી કર્યા બાદ ગુરૂવારે રાત્રે 3.30 વાગ્યે વટવામાં આવેલ માનવનગરમાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ મકાનમાંથી 8 મહિનાની બાળકીથી લઇને 20 વર્ષની યુવતી સુધીના કુલ 17 લોકોને રેસ્ક્યૂ કર્યા છે. વધુમાં  આનંદી સલાટ નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી આનંદીના સાગરીત સંપત સલમની પણ ધરપકડ કરી છે. આ બન્ને જણા બાળકોને અસહ્ય ત્રાસ આપીને તેમની પાસે શહેરના અલગ અલગ વિસ્તારમાં ભીખ મંગાવતા અને ચોરી પણ કરાવતા હતા.

આ પણ વાંચો :   દેશમાં જ્યારે ભૂર્ગભ જળ ખૂટી રહ્યું છે ત્યારે ગુજરાતની આ મહિલા તળાવો બનાવીને જળસંચયનું ઉદાહરણ પુરુ પાડી રહી છે

બાળકોને ત્રાસ આપીને ભીખ મંગાવવાના ષડયંત્રનો પર્દાફાશ એક બાળકીની પૂછપરછમાં થયો છે. હકીકતમાં 9 મહિના પહેલાં વટવા વિસ્તારમાં ચોરીની એક ઘટના ઘટી હતી. તપાસ દરમિયાન સ્થાનિક પોલીસે બે બાળકીને પકડી પાડી હતી. આરોપી બાળકીની ઉંમર નાની હોય પોલીસે જે તે સમયે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેને સારંગપુર ખાતેના મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે મુકી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યાં પોલીસ અને આશ્રમના સંચાલકોના કાઉન્સિંલિંગ દરમિયાન બાળકીએ આંચકારૂપ કબૂલાત કરી હતી. તેણે આંખમાં મરચૂ આંજવામાં આવતુ હોવાનું અને શરીરે ડામ આપીને ચોરી કરાવાતી હોવાનું તથા ભીખ મંગાવાના રેકેટનો ઘટસ્ફોટ કર્યો હતો. મહિલા પોલીસે આ વિગતો આધારે 15 દિવસ રેકી કરીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતુ.

બાળકોના શરીર પરથી મળેલા ડામના નિશાન તેમને આપવામાં આવેલી યાતનાઓની ચાડી ખાઇ રહ્યાં છે પરંતુ બાળકો કોણ છે? ક્યાંથી લવાયા છે? તે પોલીસ નથી જાણી શકી. આરોપીઓ પોતાના બાળક કહી રહ્યાં છે પરંતુ બાળકોની હિન્દી ભાષાનો લેહકો તે દક્ષીણ ભારતના હોવાની ચાડી ખાઇ રહ્યાં છે..પોલીસ બાળકોની ઓળખ અંગે તપાસ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહિલા ક્રાઇમ બ્રાચ તપાસમાં આ રેકેટમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાનુ પોલીસ માની રહી છે. આગામી દિવસોમાં શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાનુ મોટું રેકેટ બહાર આવે એવી શક્યતા વ્યક્ત કરી છે.  ઉલ્લેખનીય છે કે મહિલા આરોપી આનંદી સલાટ પાસેથી અગાઉ પણ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે એફિડેવિટ કરી તેમને છોડવવામાં આવ્યા હતા. જ્યારે આરોપી મહિલા આનંદી 17 બાળકો તેના અને તેની પૌત્ર-પૌત્રી સંબંધીના હોવાનુ જણાવી રહી છે. જેથી પોલીસ આગામી દિવસમાં આરોપી સાથે બાળકનો ડીએનએ ટેસ્ટ કરવવામાં આવી શકે છે.

[yop_poll id=”1″]

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">