અડધી રાત્રે જાગ્યુ BCCI, નટરાજન અને ઇશાંત પર લીધો મોટો નિર્ણય, રોહિત માટે પણ પ્રથમવાર જાણકારી આપી

અડધી રાત્રે જ્યારે ક્રિકેટ પ્રેમી સુઇ રહ્યા હતા, ત્યારે બીસીસીઆઇ બે મોટા ફેંસલા લીધા છે. ભારતીય ક્રિકેટને ચલાવવા વાળી સંસ્થાએ પહેલો મોટો નિર્ણય લીધો છે, પહેલો નિર્ણય ટી. નટરાજન ને લગતો અને બીજો નિર્ણય ઇશાંત શર્માને લગતો નિર્ણય લીધો હતો. Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે આજનું […]

અડધી રાત્રે જાગ્યુ BCCI, નટરાજન અને ઇશાંત પર લીધો મોટો નિર્ણય, રોહિત માટે પણ પ્રથમવાર જાણકારી આપી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 27, 2020 | 11:38 AM

અડધી રાત્રે જ્યારે ક્રિકેટ પ્રેમી સુઇ રહ્યા હતા, ત્યારે બીસીસીઆઇ બે મોટા ફેંસલા લીધા છે. ભારતીય ક્રિકેટને ચલાવવા વાળી સંસ્થાએ પહેલો મોટો નિર્ણય લીધો છે, પહેલો નિર્ણય ટી. નટરાજન ને લગતો અને બીજો નિર્ણય ઇશાંત શર્માને લગતો નિર્ણય લીધો હતો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

બીસીસીઆઇ એ ઓસ્ટ્રેલીયાની સામે સીરીઝ શરુ થવાના પહેલા જ યુવા ઝડપી બોલર ટી નટરાજન અને વન ડે ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. બતાવી દઇએ કે નટરાજન આ પહેલા ટીમ ઇન્ડિયાની ટી-20 નો હિસ્સો હતો. તો બીજો નિર્ણ. ઇશાંત શર્મા ટેસ્ટ સીરીઝની બહાર થવા અંગે મહોર લગાવી દીધી છે. બીસીસીઆઇએ આ બંને નિર્ણય લેવાનુ કારણ ઇજા બની છે. હકીકતમાં વન ડે સીરીઝ થી પહેલા નવદિપ સૈનીને બેક ઇજા થઇ છે, જેના કારણે ટી નટરાજનને લઇને નિર્ણય લેવાયો છે. નટરાજન હવે વન ડે માટેની સ્કોડ ના ખેલાડીઓમાં સ્થાન પામ્યો છે. આખરી ઇલેવન માટે સૈનીનો વિકલ્પ રહેશે.

આ ઉપરાંત હવે બીસીસીઆઇ એ એક મોટો ફેંસલો કર્યો છે. જેમાં ઇશાંત શર્મા હવે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી એટલે કે, ઓસ્ટ્રેલીયા સામે યોજાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરી દેવાયો છે. ઇશાંતને બહાર કરવાનો નિર્ણય બીસીસીઆઇ એ આઇપીએલ 2020 માં સાઇડ સ્ટ્રેન ઇજાને લઇને કર્યો છે. દલીલમાં બોર્ડની તરફ થી કહેવામાં આવ્યુ છે કે હજુ તે એટલો પણ ફીટ થઇ શક્યો નથી કે ટેસ્ટ મેચનો વર્ક લોડ તે લઇ શકે.

રોહીત શર્મા માટે પણ પ્રથમ વાર બીસીસીઆઇ ખુલીને બોલ્યુ છે. અડધી રાત્રી દરમ્યાન કરેલા આ ખુલાસામાં બીસીસીઆઇએ રોહિત શર્માની ઇજા પર પણ અપડેટ આપી છે. કહ્યુ છે કે, 11 ડિસેમ્બરે તેમની ફીટનેશની ફરી એકવાર તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ બીસીસીઆઇ તેમના ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સીરીઝ રમવા ના રમવા અંગે વિચાર કરશે. બીસીસીઆઇએ એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે, તે મુંબઇ પરત આવ્યો હતો. કારણ કે તેમના પિતા બીમાર હતા. તેમના પિતા હવે સ્વસ્થ થઇ રહ્યા છે. તે હવે એનસીએ જઇને ફરી થી ફીટનેશ ને લઇ કાર્ય કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">